એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
નાગદેવતાનું પૂજન કરી કુલેરનો પ્રસાદ ધરાવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
એટલાન્ટિસ હિલ્સ સોસાયટી રૈયાધાર માં રઘુવંશી સમાજ દ્વારા અષાઢ વદ પાંચમ નિમિત્તે રઘુવંશી લોહાણા જ્ઞાતિના પરંપરાગત પર્વ ‘નાગપંચમી’ની હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નાગદેવતાના વિશેષ પૂજન જલાભિષેક, દુગ્ધાભિષેક અને ભવ્ય આરતીનું આયોજન કરાયું હતું. પરંપરા મુજબ બહેનોએ રાફડાની પવિત્ર માટીમાંથી નાગદેવતાની પ્રતિકૃતિ બનાવી તેમજ ઘરના પાણિયારે ચિત્ર દોરી પૂજા-અર્ચના કરી હતી. નાગદેવતાને દૂધ, ફણગાવેલા કઠોળ અને ઘી-ગોળમાંથી બનાવેલી કુલેરનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે રઘુવંશી પરિવારોમાં આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈ આરોગવાની પરંપરા જોવા મળી હતી. સમગ્ર ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે અશોકભાઈ પુજારા, ધવલભાઇ ખીમાણી, કલ્પેશભાઈ ખગ્રામ, કેયુરભાઈ રાચ્છ, ચિરાગભાઈ વિઠલાણી, વીરુભાઈ કોટેચા, આરતીબેન ખગ્રામ, પૂજાબેન ખીમાણી, સંજયભાઈ સેજપાલ, સંગીતાબેન રાજા, ડીમ્પલબેન સેજપાલ, ધર્મિષ્ઠાબેન જોબનપુત્રા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી


