By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું

Editor
Last updated: 2026/08/05 at 4:46 PM
7 hours ago
Share
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
SHARE

જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું

ખાનપર ગોળાઈ પાસે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ ; બાઈક ક્ષતિગ્રસ્ત મળતાં અકસ્માતની સંભાવના

અગ્ર ગુજરાત, રાજકોટ

જસદણના યુવાન સમીર રાઠોડનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાનપર ગોળાઈ નજીક રોડની સાઈડ પરથી તેઓ ગંભીર ઇજાઓ સાથે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની પ્રાથમિક સ્થિતિ અકસ્માત તરફ ઈશારો કરતી હોવા છતાં શરીર પરની ઇજાઓ અને પરિવારજનોની શંકાને ધ્યાનમાં રાખી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, જસદણના ખાટકી ચોક વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ રહેતા 38 વર્ષીય સમીરભાઈ રજાકભાઈ ઉર્ફે જીણાભાઈ રાઠોડ રોજગાર તરીકે ઊંટવડ ગામમાં નાસ્તા અને પકોડાની લારી ચલાવતા હતા. મંગળવારે રાત્રે તેઓ રોજની જેમ લારી બંધ કરીને બાઈક પર જસદણ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે 11:30 વાગ્યે ખાનપર ગોળાઈ નજીક તેઓ રોડની સાઈડમાં ગંભીર હાલતમાં પડેલા મળી આવ્યા હતા.
સ્થાનિક લોકોની જાણ બાદ તેમને તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના માથા, ચહેરા, હોઠ તથા શરીરના અન્ય ભાગોમાં ઇજાના નિશાન હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી તેમનું બાઈક પણ રોડ પર પડેલું મળી આવ્યું હતું, જેમાં આગળનો ભાગ (મોરો) તૂટી ગયેલો હોવાનું જાણવા મળ્યું છે. આથી અકસ્માતની સંભાવના નકારી શકાય તેમ નથી.
પરંતુ ઇજાઓ અકસ્માતથી થઈ છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પરિવારજનોએ પણ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરતાં પોલીસે મૃતદેહને વધુ તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમીર રાઠોડના મોતનું સાચું કારણ બહાર આવશે.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
ગુજરાતરાજકોટ

 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો

Editor By Editor 2 days ago
જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો]
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?