ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ
બમણી રકમ ચૂકવવામાંથી પણ મુકિત મળી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાંધીધામ (કચ્છ) ના મીઠી રોહર મુકામે ગુરુકૃપા ટીમ્બરના માલિક મણીલાલ નારણભાઈ પટેલ પાસેથી ભવાની સો. મિલના માલિક/ભાગીદારએ એગ્રીમેન્ટ મુજબ આયાતી લાકડું ખરીદવા બદલ આપેલ રૂ. ૨.૫૦ લાખનો ચેક રીટર્ન થતાં ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ ૧ વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂ. ૫ લાખ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ રદ્દ કરી, કેસ ફરીથી મેરીટ ઉપર નિકાલ કરવાનો હુકમ ગાંધીધામ સેશન્સ અદાલતે ફરમાવેલ છે.
આ કેસના ફરિયાદીની ફરિયાદ એવી કે, ગાંધીધામ (કચ્છ) ના મીઠી રોહર મુકામે ગુરુકૃપા ટીમ્બરના માલિક મણીલાલ નારણભાઈ પટેલ પાસેથી ભવાની સો. મિલ પેઢીના માલિક/ભાગીદાર નિકુંજ અમૃતલાલ જોગી તથા રાજન અમૃતલાલ જોગીએ તા. ૦૮/૦૫/૨૦૧૬ ના રોજ એગ્રીમેન્ટ કરી આયાતી લાકડું ખરીદ કરવાનું નક્કી કરેલ અને એગ્રીમેન્ટ મુજબનું લાકડું વેચાણ કરેલ અને તે પૈકીની રકમ ચુકવવા આરોપી પેઢીના પ્રોપરાઈટરે તા. ૨૫/૦૬/૨૦૧૮ નો યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાનો રૂ. ૨.૫૦ લાખનો ચેક આપેલ અને સદરહુ ચેક ફરિયાદી પેઢીના ખાતામાં જમાં કરાવતા ચેક તા. ૨૭/૦૬/૨૦૧૮ ના રોજ ખાતામાં પુરતું ભંડોળ ન હોવાના કારણે પરત ફરતા ફરિયાદીએ વકીલ મારફત પેઢી તથા તેમના માલિક/ભાગીદાર ને નોટીસ મોકલેલ અને નામદાર ગાંધીધામ કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ અંતર્ગત ચેક રીટર્ન થવા સબબ કેસ દાખલ કરેલ જેથી આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ પરંતુ નિયમિત હાજર નહિ રહેતા નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ રૂ. ૫ લાખ ફરિયાદીને ચૂકવી આપવાનો આખરી હુકમ કરવામાં આવેલ.
આ કામમાં એપેલેન્ટ/આરોપીઓ ભવાની સો. મિલ પેઢીના માલિક/ભાગીદારો નિકુંજ અમૃતલાલ જોગી તથા રાજન અમૃતલાલ જોગી વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ (મો. ૯૯૦૪૦ ૮૬૪૨૯) ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા તથા આસિસ્ટન્ટ તરીકે રાજાભાઈ ભટ્ટ તથા વિપુલભાઈ દેવમુરારી તેમજ ગાંધીધામના એડવોકેટ પીન્કીબેન ઘોઘાલીયા તથા નસીમબેન મૂંગરાણી રોકાયેલા હતા.


