By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી

Editor
Last updated: 2026/08/06 at 5:24 PM
58 minutes ago
Share
સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી
SHARE

સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી

50 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોની તપાસ તેજ, ASI સસ્પેન્ડ ; જપ્ત મુદ્દામાલ, લેપટોપ-મોબાઈલ સહિતનો કબજો જેતપુર પોલીસને સોંપાયો, આંગડિયા પેઢીઓના નાણાકીય વ્યવહારો પણ રડારમાં

અગ્ર ગુજરાત, રાજકોટ

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં શેરબજારના નામે ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ રેકેટની તપાસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજીના આદેશ બાદ સમગ્ર તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી પરત ખેંચી જેતપુર પોલીસને સોંપવામાં આવી છે. કેસ સાથે સંબંધિત તમામ આરોપીઓ, જપ્ત કરાયેલ ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય મુદ્દામાલનો કબજો પણ હવે જેતપુર પોલીસને હસ્તાંતરિત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં શેરબજારના વધઘટના ભાવ પર હાર-જીતનો જુગાર રમાડતો મોટો નેટવર્ક કાર્યરત હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓને મળેલા પ્રાથમિક પુરાવા મુજબ આ સમગ્ર ગેરકાયદેસર વ્યવહારોમાં અંદાજે 50 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય લેવડદેવડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોલ સેન્ટરની માફક વ્યવસ્થા ઉભી કરીને ખાસ એપ્લિકેશન મારફતે વિવિધ શહેરોના વેપારીઓ સાથે ટ્રેડિંગનું સંચાલન કરવામાં આવતું હતું.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના નિવાસસ્થાન પરથી આ નેટવર્કનું સંચાલન થતું હોવાનો ખુલાસો થયો છે. દરોડા બાદ સંજયસિંહ રાઠોડ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે અને તેની સામે વિભાગીય કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની શોધખોળ માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જીત-હારની રકમની વસૂલાત અને ચુકવણી માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ દિશામાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે આંગડિયા પેઢીઓની વિગતો ચકાસવામાં આવી રહી છે. બેનામી લેવડદેવડના મુદ્દે પણ તપાસ એજન્સીઓ પુરાવા એકત્રિત કરી રહી છે.
જેતપુર પોલીસ દ્વારા કેસનો કબજો સંભાળ્યા બાદ ઝડપાયેલા પાંચ આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ પાસેથી 29 મોબાઈલ ફોન, 10 લેપટોપ, 50થી વધુ સિમકાર્ડ, 27 નોટબુક, ચાર પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ પોતાના કબજામાં લઈ ફોરેન્સિક અને ટેક્નિકલ વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે. જપ્ત ડિજિટલ ડેટાના આધારે રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યો સાથે જોડાયેલા લોકોના નામ પણ સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન પ્લસ અને મેટા ટ્રેડર્સ જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રેડિંગ ચલાવવામાં આવતું હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. સમગ્ર નેટવર્કમાં ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ડિજિટલ પુરાવાઓની ચકાસણીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ કેસમાં અત્યાર સુધી કુલ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ પ્રાથમિક તબક્કે જોરાવરનગર પોલીસ સ્ટેશન તેમજ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. સમયસર કાર્યવાહી ન થતાં અંતે રાજકોટ રેન્જ આઈજીની ટીમે સીધી કાર્યવાહી કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હવે તપાસ જેતપુર પોલીસને સોંપાતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના રાજ્યવ્યાપી નેટવર્ક, આર્થિક વ્યવહારો અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન
રાજકોટ

ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન

Editor By Editor 6 days ago
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
મોરબીના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ૪ હજાર વીઘામાં થયેલી વાવણીમાં વિનાશનો ભય
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?