પુના – મહારાષ્ટ્ર ખાતે “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા”નો ભવ્ય પ્રારંભ
15 દિવસમાં 35 જિલ્લાઓમાં 6000 કિમી પ્રવાસ કરી લાખો લોકો સાથે સંવાદ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ અને પશુ સંવર્ધન વિભાગ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા”નો ભવ્ય પ્રારંભ પુના ખાતે ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના મુખ્ય અતિથિત્વમાં રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણી, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખર મુંદડા સહિત અનેક ગૌસેવકો અને મહાનુભાવો ઉપસ્થિતીમાં ગૌ માતા પૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ રાજ્યવ્યાપી “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા” 22 જૂનથી શરૂ થઈ 5 જુલાઈ સુધી 15 દિવસ દરમ્યાન મહારાષ્ટ્રના 35 જિલ્લાઓમાં પ્રવાસ કરશે. અંદાજે 6,000 કિલોમીટરનો પ્રવાસ કરતી આ યાત્રા દરમિયાન 15000થી વધુ ગૌશાળા સંચાલકો તથા લાખો ગૌભક્તો અને જનતા સાથે સીધો સંવાદ કરવામાં આવશે.
આ પ્રસંગે ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપરાંત ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ, રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણી, પશુ સંવર્ધન આયોગના આયુક્ત ડૉ. કિરણ પાટીલ, સહઆયુક્ત ડૉ. શામકાંત પાટીલ, આયોગના સભ્યો સંજય ભોંસલે, ઉદ્ધવ નેરકર, સુનિલ સૂર્યવંશી તેમજ ડૉ. સોમનાથ માને, મહેશ લુહાર, ડૉ. વિનાયક પાટીલ તથા અનેક પ્રતિષ્ઠિત ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો.કથીરિયાએ દરેક જિલ્લામાં એક મોડેલ ગૌશાળા, નિવાસી શાળા – કોલેજમાં ગૌ શાળા, કામધેનુ ચેર, મઠ – મંદિર માં આદર્શ ગૌશાળા, આત્મનિર્ભર ગૌશાળા, જેલમાં ગૌશાળા જેવા વિવિધ સંકલ્પો સાકાર કરવા સરકારી વિભાગોની સ્કીમનો સમન્વય કરવા વિસ્તૃત માહિતી આપી હતી.


