રાજકોટ ડિવિઝન દ્વારા યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટનું સફળતાપૂર્વક કમિશનિંગ
સંચાલન ક્ષમતામાં વધારો અને માલવાહક ગ્રાહકોને મજબૂત સેવા મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રેલવે સેફ્ટી અને તકનીકી ઉત્કૃષ્ટતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને આગળ ધપાવતા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને લવણપુર–નવલખી રેલખંડમાં પ્રચલિત નોન-બ્લોક ટેલિફોન (NBT) બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાને યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (UFSBI) નું સફળતાપૂર્વક કમિશનિંગ કરીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણ માટે નીચે મુજબના મુખ્ય કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં નવલખી સ્ટેશન પર પરંપરાગત વીજ પુરવઠા સિસ્ટમના સ્થાને STATCON નિર્મિત ઇન્ટિગ્રેટેડ પાવર સપ્લાય (IPS) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેનાથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. લવણપુર–નવલખી રેલખંડમાં ડિજિટલ એક્સલ કાઉન્ટર સિસ્ટમ (DACs) સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી બ્લોક સેક્શનમાં ટ્રેનોની ઉપસ્થિતિ અને રિક્તતાની (ખાલી હોવાની) વધુ ચોક્કસ તથા વિશ્વસનીય દેખરેખ સુનિશ્ચિત થશે. નવલખી સ્ટેશન પર અગાઉ સ્થાપિત રિમોટ ટર્મિનલ યુનિટ (RTU) ના સ્થાને આધુનિક નેટવર્ક ડેટા લોગર સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનાથી સિગ્નલિંગ સિસ્ટમનું અદ્યતન મોનિટરિંગ, ડેટા રેકોર્ડિંગ અને ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સની સુવિધા ઉપલબ્ધ થશે.
આ તકનીકી અપગ્રેડેશનથી રેલવે સેફ્ટી અને સિગ્નલિંગ સિસ્ટમની વિશ્વસનીયતામાં વધારો., ટ્રેનોના સુરક્ષિત અને સુચારુ સંચાલનને વધુ મજબૂતી., માનવ ભૂલોની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો., બહેતર મોનિટરિંગ, ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ અને મેન્ટેનન્સ (જાળવણી) માં સુવિધા., સંચાલન ક્ષમતામાં વધારો તથા માલવાહક ગ્રાહકોને વધુ ભરોસાપાત્ર અને ગુણવત્તાયુક્ત રેલ સેવાઓ.


