- 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
- સમગ્ર ભારતમાં રામમંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ
- મધ્યપ્રદેશમાં રામ મંદિરનું મોટું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભવ્ય રામમંદિર ઉદ્ધાટનનો સમારોહ છે. જેને લઈને રામ મંદિરથી લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. શહેરને રોશનીનો શણગારની સાથે દુકાન, ઓફિસ અને ઘર પર ભગવાન શ્રીરામ અને હનુમાજીના ધ્વજ લહેરામાં આવી રહ્યાં છે.
નરેન્દ્રસિંહ તોમરે શ્રી રામમંદિર મોડલ લોન્ચ કર્યું
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમાચાર મળી રહ્યાં છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકરે શ્રી રામ મંદિરનું મોડેલ મંદિર લોન્ચ કર્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર નરેન્દ્ર સિંહ તોમરે આ શ્રી રામ મંદિરનું મોડલ લોન્ચ કર્યું છે. આ ભવ્ય વિશાળ મંદિરનું કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે ભગવાન શ્રી રામનું કટઆઉટ પણ બનાવવામાં આવ્યું છે.
સ્પીકરે દીપ પ્રાગટ્ય કર્યું
આ મોડેલ મંદિરમાં જય શ્રી રામ લખેલી ફુલોની રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ ભવ્ય મોડેલ રામ મંદિર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું કટ આઉટ પણ લગાવવામાં આવ્યું છે. મંદરના શિખર પર ધ્વજામાં જય શ્રી રામ લખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકરે દીપ પ્રાગટ્ય કર્યું હતું.
અયોધ્યામાં એક ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી
મળતી માહિતી અનુસાર, અયોધ્યા રામ મંદિરને લઈને રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સાયબર એટેકના ખતરાનો સામનો કરવા માટે MHAએ ઉચ્ચ સ્તરીય ટીમ અયોધ્યા મોકલાવી છે. ગૃહ મંત્રાલય (MHA) એ જાન્યુઆરીના રોજ ઐતિહાસિક શહેરમાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સાયબર ધમકીઓનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે.
સંયુક્ત ટીમમાં MHA ના સાયબર ક્ષેત્રના નિષ્ણાતો સામેલ
સૂત્રોના જણાવ્યા મુજબ, સંયુક્ત ટીમમાં MHA ના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITy), ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) અને સાયબર ક્ષેત્રના નિષ્ણાતો સામેલ છે.


