એપ્રિલના મધ્યથી પ્રારંભની શકયતા : ભાજપે તૈયારી શરૂ કરી દીધી : કોંગ્રેસ હજુ કમર કસે છે
ગઇકાલે સી.ઇ.સી.એ મિડિયા અહેવાલો અંગે એક સ્પષ્ટતા કરી છે. ૧૬મી એપ્રિલ ર૦ર૪થી દેશમા લોકસભાની ચૂટણી યોજવા માટેની પૂર્વ તૈયારી થઇ રહી છે. આ મતલબના અહેવાલનો ખુલાસો કરતાં મુખ્ય ચૂંટણી તંત્રએ જણાવ્યુ છે કે આ તારીખ ચોકકસ તારીખ નથી. પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા એક અનુમાનિત તારીખ રાખી એ મુજબ ચૂંટણી તંત્રને કાર્યાન્વીત કરવા કામગીરી આરંભાઇ છે. જો કે ભારતીય જનતા પાર્ટીની તૈયારી જોતાં ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે અને એપ્રિલના બીજા સપ્તાહથી ગમે ત્યારે ચૂંટણી થઇ શકે તેવી શકયતા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા વગર ગુજરાતમાં તમામ લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરી દીધા છે. જયારે કોંગ્રેસ હજુ કમર કસે છે.
ર૦૧૯ની લોકસભાની ચૂંટણીનું શેડયુલ તપાસીએ તો ગત ર૦૧૯માં સામાન્ય ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી ૧૧ એપ્રિલ ર૦૧૯થી ૧૯ મે ર૦૧૯ સુધી સાત તબકકામાં દેશભરમાં યોજાઇ હતી. પરિણામ ર3 મે ર૦ર3ના રોજ આવ્યુ હતું.
જેમાં ભારતિય જનતા પાર્ટીને કલ્પનાતિત વિજય હાંસલ થયો હતો. લોકસભાની કુલ પ૪પ બેઠકમાંથ પ૪3 બેઠકની ચૂંટણી થઇ હતી. જેમાંથી ભારતિય જનતા પાર્ટીને 3૦3 બેઠક ઉપર વિજય મળ્યો હતો. જયારે ભાજપ અને એનડીએને મળીને લોકસભાની કુલ બેઠકોની સંખ્યા 3પ3 થઇ હતી. જયારે કોંગ્રેસને પર બેઠક મળી હતી. કોંગ્રેસના સાથી પક્ષોના સંગઠન યુ.પી.એ.ને સાથે મળી કુલ બેઠકોની સંખ્યા ૯૧ હતી. જે વિપક્ષમાં વિપક્ષી નેતાની દાવેદારી માટે પણ પુરતી નહોતી.
ભાજપને મતદાનની ટકાવારી મુજબ 3૭.૭૬ ટકા મત મળ્યા હતાં. જે ૧૯૮૯ બાદ ભારતના કોઇ પણ રાજકિય પક્ષને મળેલા સૌથી વધુ મત હતાં. આ ટકાવારીમાં ભાજપના સાથી પક્ષોના સંગઠનને ઉમેરીએ તો એ ટકાવારી ૪પ ટકાએ પહોંચી હતી.
લોકસભાની ચૂંટણીમાં સાદી બહુમતી માટે ર૭ર બેઠક કોઇ પણ પક્ષ કે સાથીઓના સંગઠનની મળીને થવી જોઇએ. મોદી સરકારની આ લોકસભાની ચૂંટણીમાં આ સતત બીજી જીત હતી. ર૦૧૪ બાદ ર૦૧૯માં પણ ભાજપને કલ્પનાતિત વિજય મળ્યો હતો.
રાજકિય વિશ્ર્લેષકો હાલના રાજકિય હવામાન મુજબ ભાજપને 3પ૦થી વધુ બેઠક મળશે તેવા અનુમાનો લગાવે છે. જયારે સાથી પક્ષોને મળીને એનડીએ ૪૦૦ બેઠકનો આંકડો પાર કરી જવાના પણ અનુમાનો થઇ રહયા છે. કોંગ્રેસ અને સાથી પક્ષોના નવા સંગઠન ઇન્ડિયાની બેઠક વહેંચણી બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ભાજપ પણ ખાસ કરીને સાઉથમાં સાથી પક્ષોને કઇ રીતે બેઠક ફાળવે છે અને કયા સ્થાનિક પ્રાદેશિક પક્ષો ભાજપ સાથે જોડાય છે એ તરફ પરિણામનો આખરી વર્તારો નકકી થશે.


