- હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો
- મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાયો
- 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું
હરણી દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાયો છે. 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું. અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા છે.
હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ ફરાર
હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 14 ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા હાઈવે ઉપર પોલીસે ઝડપી પાડ્યો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. 18 આરોપીઓ સામે ફરિયાદ બાદ પરેશ શાહનું ફરિયાદમાં નામ ઉમેરવામાં આવ્યું હતું. એસઆઇટી દ્વારા પરેશની ધરપકડ બાદ ધરપકડનો કુલ આંખ 9 પર પહોંચ્યો છે. તથા હજુ દસ 10 આરોપીઓ ફરાર છે.
પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ
વડોદરાના હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું. આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.


