- જ્યાં માંડ 100 મત પડયા તેવા 1326 બૂથમાં સૌને કામે લાગવા આદેશ
- 15 હજાર જેટલા માઈનસ બૂથને સરપ્લસ કરવા માટે ધારાસભ્યને સૂચના
- શ્રી કમલમે બુધવારે બપોર પછી ચાર કલાક લાંબી મેરેથોન બેઠક મળી હતી
કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમે બુધવારે બપોર પછી ચાર કલાક લાંબી મેરેથોન બેઠક મળી હતી. લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, મંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ હોદ્દેદારોની આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેએ અન્ય પક્ષમાંથી ભાજપમાં ભરતી અભિયાન પર જોર આપવા સુચવ્યુ હતુ. એટલુ જ નહિ તેમણે તો મોટા નેતાઓ પર બધાની નજર હોય છે પણ ગ્રામ પંચાયત કક્ષાએ પણ જો કોઈ ચૂંટણી લદયા હોય તો તેને પણ ભાજપમાં જોડવા કહ્યુ હતુ.
રત્નાકરે ગમે ત્યારે ચૂંટણી લડયા હોય તેવા ઉમેદવારોને ભાજપમાં જોડવા છેક મંડળ કે બૂથ સ્તરે સંપર્ક અભિયાન શરૂ કરવા કહેતા આ બેઠકમાં ”જો આવા લોકો ભાજપમાં જોડાઈ જશે તો નારાજગી રહેશે નહી” એવુ પણ કહ્યુ હતુ ! તેમણે ગુજરાતમાં 1,326 બૂથ એવા છે કે જ્યાં ભાજપને માંડ 100 મત મળ્યા છે તેવા બૂથો તેમજ 700 નેગેટિવ (ઓછા મત પડયા હોય તેવા) બૂથોને સરપ્લસ કરવા બેઠકમાં હાજર સૌ કૌઈને સુચના આ5વામાં આવી હતી. જ્યારે પ્રદેશ અધ્યક્ષ પાટિલે 15 હજાર જેટલા માઈનસ બૂથને સરપ્લસ કરવા માટે દરેક ધારાસભ્યને પોતાની જવાબદારી ધ્યાનમાં રાખી કાર્ય કરવા આદેશ કર્યો હતો.


