By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નાગપંચમી : નાગદેવતાની પૂજા કરી આશિષ મેળવવાનું પર્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નાગપંચમી : નાગદેવતાની પૂજા કરી આશિષ મેળવવાનું પર્વ

agragujaratnews
Last updated: 2023/10/06 at 2:00 PM
2 years ago
Share
નાગપંચમી : નાગદેવતાની પૂજા કરી આશિષ મેળવવાનું પર્વ
SHARE

ભારતની પ્રાચીન સંસ્કૃતિ પશુ-પક્ષી, વૃક્ષ-વનસ્પતિ વગેરેનું સન્માન કરે છે અને તેમની સાથે આત્મીયતા ધરાવે છે. તેથી જ ગૌપૂજા, શસ્ત્રપૂજા, વૃક્ષપૂજા, નાગપૂજા વગેરે કરાય છે. શ્રાવણ માસમાં નાગપંચમીના રોજ નાગનું પૂજન શા માટે કરવામાં આવે છે. તે રહસ્ય જાણવા જેવું છે

ભગવાન શંકરે પાર્વતીજીને નાગપંચમીના વ્રતનો મહિમા સમજાવતાં કહ્યું હતું કે, આ વ્રત અતિ પુણ્યશાળી વ્રત છે અને તે દેવોને પણ દુર્લભ છે. દૂધપાક કે ખીરનો નૈવેદ્ય ધરાવી ભક્તિભાવથી પૂજા કરી બ્રાહ્મણોને જમાડી પ્રસન્ન કરવા અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. જે વ્રતી શુદ્ધ ભાવથી આ વ્રત કરે છે તે જરૂર વિષ્ણુપદને પામે છે.

આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે સ્વીકાર્યાં છે. નાગદેવતા ખેતરોનું રક્ષણ કરે છે તેથી તેને `ક્ષેત્રપાળ’ પણ કહે છે. ગીતામાં તો શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, `નાગોમાં હું વાસુકિ નાગ છું.’ શિવજીએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે કંઠે વિષ ધારણ કરીને `નીલકંઠ’ બની તેમજ સાપને પોતાના શરીર પર રાખીનેને ભગવાન વિષ્ણુએ શેષશયન કરીને નાગદેવતાનું મહત્ત્વ સમજાવ્યું છે.

કાળીનાગને વશ કરવા શ્રીકૃષ્ણે ઊંડા પાણીના ધરામાં ઝંપલાવ્યું અને નાગને વશ કર્યો હતો. લક્ષ્યાર્થ લઈએ તો આ દેહરૂપી ધરામાં કાળીનાગ રૂપી કાળ છુપાઈને બેઠો છે અને દેહરૂપી ધરાને ઝેરરૂપ બનાવી દીધો છે. જે પ્રાણીઓ પૃથ્વી પર આવા દેહરૂપી ધરામાં પ્રવેશે છે તે કાળીનાગ રૂપી કાળને આધીન બની જાય છે. એનું જીવન મૃત્યુતુલ્ય બની જાય છે. એમાં અમૃત જીવનનો અંશ પણ રહેતો નથી.

આથી શ્રીકૃષ્ણ રૂપી આત્મા કાળીનાગ રૂપી કાળને ઢંઢોળી વશ કરવા માટે દેહરૂપી ધરાના ઊંડાણમાં મૃત્યુની પરવા કર્યા વિના ઝંપલાવે છે. માતા-પિતા અને ગોવાળિયા રૂપી આપ્તજનો અને દેહની દરકાર કોરાણે મૂકીને જ કાળને વશ કરી શકાય છે. મહાકાળને વશ રહેનારી અને તેને જ વરેલી એની આશા-તૃષ્ણા રૂપી નાગણીઓ શ્રીકૃષ્ણ રૂપી આત્માને પાછા વાળવા માટે વિવિધ પ્રકારની લાલચો આપે છે. શ્રીકૃષ્ણ રૂપી આત્મા આ બંધનમાં જકડી રાખનારી લાલચોથી લલચાયો નથી. કાળને વશ કરવાની જ્યાં નેમ હોય છે ત્યાં આત્મા લલચાય તો જીવનનું કલ્યાણ થતું નથી અને જીવનની બાજી ધૂળમાં મળે છે. માનવી આત્મજ્ઞાનને પામવા દેહરૂપી ધરામાં જો મહાકાળને (નાગદેવતાને) જગાડી દમન ન કરે તે દેહરૂપી ધરો દિનપ્રતિદિન ઝેરી બનતો જાય છે. આ દેહરૂપી ધરામાં નાગણીઓ રૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે લાચાર બન્યાં છે અને શ્રીકૃષ્ણ રૂપી આત્માને નમી પડ્યાં છે.

શ્રાવણ વદ પંચમીના રોજ નાગપંચમીનું વ્રત કરનાર બહેનો સવારે સ્નાનવિધિથી પરવારીને પાણિયારા પર નાગદેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી, બાજરાની કુલેર અને નાળિયેરનું નૈવેદ્ય ધરાવી પ્રેમપૂર્વક અર્ચન-પૂજન કરે છે. ત્યારબાદ નાગપંચમીની જે પ્રચલિત વાર્તા છે તે વાંચે છે અથવા સાંભળે છે અને આગલા દિવસે પલાળેલા મગ, મઠ વગેરે કઠોળનું નૈવેદ્ય ધરાવી એકટાણું કરે છે. આ વ્રત પુરુષો પણ કરતા હોય છે. આર્ય સંસ્કૃતિની યાદો આપતો નાગપંચમીનો ઉત્સવ વ્રતધારીને પાવન કરે છે.

નાગપંચમીની વ્રતકથા

એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક ડોશીમા રહે. તેમને સાત દીકરા હતા. સાતમા દીકરાની વહુ બહુ જ ગરીબ હતી. પિયરમાં મા-બાપ કે નજીકનું કોઈ સગુંવહાલું હતું નહીં. કરિયાવરમાં ખાસ કંઈ લાવેલી નહીં. આથી જ ગરીબ વહુની સૌ ઠેકડી ઉડાડે. મેણાંટોણાં મારે અને સૌ જમી લે પછી વધ્યુંઘટ્યું ખાવા આપે. ક્યારેક તો આ વહુને પાણી પીને જ સૂઈ જવું પડતું.

સગર્ભાવસ્થામાં તીખું ને ખાટુંખારું ખાવાની ખૂબ જ ઇચ્છા થાય, પણ કોણ આપે? એક દિવસ શ્રાદ્ધના દિવસે ખીર બની, પણ તેના ભાગે તપેલા સાથે ચોંટેલા ઉખૈડા જ રહ્યા. આ ઉખૈડા જ સાથે લઈને તે પાણી ભરવા ગઈ. જ્યાં બેડું ઉતારીને હાથ-પગ ધૂએ છે, ત્યાં જ નજીકના રાફડામાંથી એક ગર્ભવતી નાગણી આવીને પેલા ઉખૈડા ખાઈ ગઈ અને રાફડામાં સરકી ગઈ.

નાની વહુ ચોતરફ જોવા લાગી. અરે! એટલી વારમાં ખીરના ઉખૈડા કોણ ખાઈ ગયું? આખરે વહુએ મન મનાવી લીધું અને બોલી ઊઠી, `જેણે ખાધું હશે તેનું પેટ ઠરજો.’

આ શબ્દો પેલી નાગણે સાંભળ્યા. તે રાફડામાંથી બહાર આવી અને પૂછ્યું, `દીકરી! તું ખાવાનું લાવી હતી એ તો હું ખાઈ ગઈ. તું ખાવાનું અહીં શા માટે લાવી હતી?’

નાની વહુ રડતાં હૃદયે નાગણને આપવીતી કહી સંભળાવે છે : આ કરુણ કથની સાંભળી નાગણે પ્રસન્ન થઈ કહ્યું, `દીકરી, તું રડીશ નહીં. આજથી તું અમને તારાં પિયરનાં જ ગણજે. હું તારી મા અને તું મારી દીકરી. તારા સીમંત પ્રસંગે આ રાફડા પાસે નિમંત્રણ મૂકી જજે, હું જરૂર આવીશ. તું જરા પણ મૂંઝાઈશ નહીં.’ આટલું કહીને નાગણ રાફડામાં જતી રહી.

સીમંત પ્રસંગે નાની વહુએ નિમંત્રણ લખીને રાફડા પાસે મૂક્યું. સીમંત પ્રસંગે સાસુએ કટાક્ષમાં ટોણો મારતાં કહ્યું, `જલદી ભાવતાં ભોજન બનાવો. વહુનાં પિયરિયાં આવી પહોંચશે ત્યારે શું જમાડશો?’

થોડી જ વારમાં નાગદેવતા અને નાગકુમારો વગેરે આવ્યા. સાથે કીમતી વસ્ત્રલંકારો તથા વિવિધ પ્રકારનાં વાસણો વગેરે લેતા આવ્યા. સીમંતનો પ્રસંગ સૌએ હર્ષોલ્લાસપૂર્વક રંગેચંગે ઊજવ્યો. સીમંતપ્રસંગે જે કરિયાવર આવ્યો તે જોઈ સૌનાં મોં સિવાઈ ગયાં. નાગદેવતા અને નાગકુમારોએ કહ્યું, `અમે ભોજનમાં માત્ર કઢેલું દૂધ જ લઈશું.’

નાની વહુને પિયરિયાંની જેમ પોતાને ત્યાં લઈ ગયા. કુટુંબીજનો અને જેઠાણીઓ આ બધું શૂન્યમનસ્ક બની નિહાળી રહ્યાં.

નાગદેવતાને ત્યાં નાની વહુને દોમદોમ સાહ્યબીમાં સુખપૂર્વક રહેવાની સુવિધા મળી. પૂરા માસે વહુએ પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રને લાડકોડથી ઉછેરવામાં આવ્યો. વહુને ઝિયાણું કરી કીમતી લૂગડાં, દરદાગીના, વાસણ વગેરે આપીને વળાવી.

નાગણે કહ્યું, `બેટા! આ નાગકુમારોને તારા ભાઈ સમજજે. જ્યારે દુ:ખ આવી પડે ત્યારે આ રાફડા પાસે આવીને સાદ કરજે. અમે આવીને તારી મદદ કરીશું. અમારા ભાણેજને સાચવજે, એનો સર્વાંગી ઉછેર કરજે અને ભણાવજે-ગણાવજે.’

નાની વહુ પુત્રને લઈ વહાલ વરસાવતી સાસરે આવી. સાસુજી અને જેઠાણીઓ આગળ હવે વહુનાં માન વધી ગયાં. નાગણની કૃપાથી વહુના મનોરથો પરિપૂર્ણ થયા. નાગપાંચમનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો જરૂર આ વ્રતની ફળશ્રુતિ મળે છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 days ago
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?