મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક
મઘ્યપ્રદેશના જબલપુરમાં સર્જાયેલી ક્રુઝ દુર્ઘટના બાદ એક તસ્વીર વાઈરલ થઈ છે આ તસ્વીરે સૌ કોઈના દિલને હચમચાવી રહી છે. દુર્ઘટના બાદ બરગી ડેમમાંથી મૃતદેહ બહાર કઢાયા હતા જેમાં એક માતા પોતાના માસુમ બાળકને છાતીએ લગાવી બથ ભરેલી છે આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે અને સૌ કોઈની આંખો માતૃત્વનું બલિદાન જોઈ ભીંજાઈ રહી છે. ઘટનાસ્થળે હાજર લોકો હોય કે સોશિયલ મીડિયા પર આ તસવીર જોનારા, દરેકની આંખો ભીની થઈ ગઈ. આ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ મૃત્યુમાં પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક હતી. માતાએ આ ભયાનક દુર્ઘટનાનો સામનો તેના છેલ્લા શ્વાસ સુધી કર્યો, છતાં તેણે તેના બાળકને પોતાનાથી દૂર ના થવા દીધો. મૃત્યુ પણ બાળકને માતાના આલિંગનથી અલગ કરી શક્યું નહીં. આ તસવીર માત્ર એક અકસ્માતની વાર્તા નથી પણ એ અતૂટ પ્રેમની સાક્ષી છે. બચાવ ટીમનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ચારથી પાંચ સભ્યોની ટીમ સવારે બરગી ડેમમાંથી માતા અને પુત્રના મૃતદેહને બહાર કાઢતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો ફોટા અને વિડીયો વાયરલ થયા છે.


