- Radha Raturi (IAS) 1988 ની બેચના અધિકારી છે
- CM પુષ્કરસિંહ ધામી Radha Raturiની નિમણૂકને મંજૂરી
- દેહરાદૂન-ટિહરી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટનું પદે રહી ચૂક્યા
અધિક મુખ્ય સચિવ રાધા રતૂરી(IAS) ઉત્તરાખંડના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યાં. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અંગે પોતાની મંજૂરી આપી દીધી છે. વર્તમાન મુખ્ય સચિવ ડૉ. એમ.એસ. સંધુનો કાર્યકાળ 31 જાન્યુઆરી, બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી હવે રાધા રતૂરી(IAS) તેમના નિમણૂક અપાઈ છે.
ઉચ્ચપદ પર પહોંચનારી પ્રથમ મહિલા અધિકારી
રાધા રતૂરી(IAS) વર્ષ 1988 બેચના ભારતીય વહીવટી સેવા(IAS) અધિકારી છે અને તેમને પ્રમાણિક અને કડક અધિકારી ગણવામાં આવે છે. તે હવે મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. અગાઉ તેમને નિવૃત્તિ બાદ છ મહિનાનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું, હવે સંધુનું એક્સટેન્શન પણ પૂર્ણ થઈ ગયું છે. રાધા રતૂરી(IAS) એ ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યના આ ઉચ્ચપદ પર પહોંચનારી પ્રથમ મહિલા અધિકારી બન્યાં.
કોણ છે રાધા રતુરી IAS
નવેમ્બર 2000માં ઉત્તરાખંડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી લઈને આજ સુધી કોઈ મહિલા અધિકારી આ ઉચ્ચ વહીવટી પદ સુધી પહોંચી શક્યા નથી. આ જવાબદારી સંભાળનાર તે પ્રથમ મહિલા અધિકારી હશે. તેમની લાંબી વહીવટી કારકિર્દી દરમિયાન, રાધા રતૂરી(IAS) ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ દિવસોમાં તે એડિશનલ ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળી રહી છે અને સીએમ ધામીના મનપસંદ અધિકારીઓમાં સામેલ છે.
ટિહરી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટનું પદ પણ સંભાળી ચૂકી
તમને જણાવી દઈએ કે રાધા રતૂરી(IAS) દેહરાદૂન અને ટિહરી જેવા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટનું પદ પણ સંભાળી ચૂકી છે. ઉત્તરાખંડ રાજ્યમાં સર્વોચ્ચ પદ સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી હોવા ઉપરાંત રાજ્યના ઈતિહાસમાં પતિ-પત્ની બંને ટોચના હોદ્દા પર પહોંચ્યા હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. તમને જણાવી દઈએ કે તેમના પતિ અનિલ રતૂરી ભારતીય પોલીસ સેવાના અધિકારી છે જેઓ રાજ્યમાં પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સંભાળ્યા બાદ નવેમ્બર 2020માં નિવૃત્ત થયા હતા.


