By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    41 minutes ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

Editor
Last updated: 2026/11/17 at 3:36 PM
3 minutes ago
Share
 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો
SHARE

 લોકોને ફરી એક મોંઘવારીનો ઉકળતો ડામ

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 ચાર ફેટથી વધુના દુધમાં રૂ.૪ અને ચાર ફેટ સુધીના દુધમાં રૂ.૨નો વધારો : ખાનગી ડેરીઓના નિર્ણયથી ચા-નાસ્તા અને મીઠાઇના ભાવમાં પણ વધારો થવાના એંધાણ : ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અમૂલ બાદ રાજકોટ ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં 2થી 4 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 650 ડેરીમાં છૂટક 3 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. ચાર ફેટથી વધુના દૂધમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. 4 ફેટ સુધીના દૂધમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. 4 ફેટ સુધીનું દૂધ જે 30થી 35 રૂપિયામાં મળતું હતું તે હવે 32થી 37 રૂપિયા સુધી મળશે. 4થી 6 ફેટ સુધીના દૂધનો ભાવ વધીને 62થી 70 રૂપિયા સુધી થયો છે.

ડેરી મર્ચન્ટ એસોસિએશનનાં પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમૂલ ડેરીએ કરેલા ભાવ વધારાને ધ્યાનમાં રાખીને રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે. હાલમાં 4 ફેટની આસપાસના દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2નો વધારો, 4 ફેટથી ઉપરના દૂધમાં રૂ. 4 નો વધારો અને દહીંમાં રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ગામડાની પરિસ્થિતિ ખરાબ હોવાથી દૂધની આવકમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કરવો પડ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગ્રાહક કેતન સોનીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અત્યારે તો પ્રજાના ખિસ્સા કપાઈ રહ્યા છે. નાના હોય કે મોટા, દરેક વ્યક્તિને દૂધની જરૂરિયાત રહે જ છે. ભલે લોકો ઓછું લે, પરંતુ જરૂર તો પડે જ છે અને તેના વગર ચાલે તેમ નથી. સામાન્ય રીતે દૂધના ભાવમાં વધારો ઉનાળામાં આવતો હોય છે, પરંતુ હવે શિયાળામાં આવ્યો છે અને આગળ જતાં ચોમાસામાં પણ આવશે. અમૂલના ભાવ વધ્યા એટલે ડેરીવાળાઓએ પણ ભાવ વધાર્યા છે, કારણ કે દૂધ ઉત્પાદકોને ભાવવધારો આપવો પડે તેમ છે નહિતર દૂધ ન મળે. તેમણે વધુમાં કહ્યું કે, હજી આગળ પણ ભાવ વધવાના જ છે, જાણે મોટી કાતર લઈને જ બેઠા હોય તેવી સ્થિતિ છે.

હજુ વધારાની શકયતા : એસોસિએશન

વી.પી.વૈષ્ણવે જણાવ્યું કે રાજકોટમાં દૂધ વેચનાર એસોસિએશન છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે અને કાયમી ધોરણે માલધારીઓ તેમજ ગ્રાહક વર્ગનું હિત ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. આજની તારીખે ખાનગી ડેરીઓ ગામડે સહકારી ડેરી કરતાં પ્રતિ કિલો ફેટ 75 પૈસા ભાવ ઊંચો આપે છે.તેમજ 21 તારીખથી 10 પૈસાનો વધારો કરીને 85 પૈસા ભાવ ઊંચો આપવામાં આવશે, જેથી માલધારીઓને રાહત મળે. જ્યારે વેચાણ ભાવમાં સહકારી ડેરી કરતાં કાયમી ધોરણે રૂ. 2 નીચો ભાવ રાખવામાં આવે છે, જેથી ગ્રાહક મિત્રોને સરળતા રહે અને માલધારી સમાજને પણ રાહત થાય. રાજકોટમાં આશરે 650 જેટલી ડેરીઓ આવેલી છે. તેમજ અંદાજે 3 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. આગામી સમયના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શિયાળો જાણે આવ્યો નથી તે રીતે દૂધની અછત જોવા મળી રહી છે. જો દૂધ ઘટશે તો આવનારા દિવસોમાં કદાચ ફરીથી ભાવ વધારો થાય તેવી પૂરતી શક્યતા છે.

રાજકોટના નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલ દૂધમાં ભાવ વધારા બાદ હવે રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. ડેરી મર્ચેન્ટ એસોસિએશને દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ જશે.

 

અમૂલે પણ દૂધના ભાવમાં વધાર્યો કર્યો

તાજેતરમાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવાયો હતો. અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો. અમૂલ ગોલ્ડના અડધા લિટર પાઉચના 35ના બદલે 37 રૂપિયા અને અમૂલ તાજાના અડધો લિટર પાઉચના 29ના બદલે 30 રૂપિયા ભાવ થયો છે. બરોડા ડેરી દ્વારા પણ અમૂલ શક્તિ દૂધના ભાવમાં પ્રતિ 500 મિલીના પાઉચ પર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. શક્તિના 500 મિલીના પાઉચના હવે રૂ. 34 થયા છે.

 

You Might Also Like

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

 સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે મેગા ડીમોલેશન યોજાયું 

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 BBC, CNN, 200M સહિત ૧૭૮ વેબસાઇટમાં સાઇબર હૂમલો
રાષ્ટ્રિય

 BBC, CNN, 200M સહિત ૧૭૮ વેબસાઇટમાં સાઇબર હૂમલો

Editor By Editor 9 minutes ago
 વોર્ડ નં.૧૪માં કત્લ કરાયેલા વૃક્ષોના આયુષ્ય અંગે ગાર્ડન શાખા અજાણ
 અમરેલીમાં દેશનો બીજો Bio-CBG પ્લાન્ટ બનશે
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
 પોતાની મરજીથી લગ્ન કરનાર પુખ્ત યુવક-યુવતીને હેરાન કરી શકાય નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?