સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો
એક જ મહિનામાં ભાવ રૂ.3૧3૦ને આંબી ગયો : ગૃહિણીઓમાં રોષ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાંથી સિંગતેલના વપરાશકારો માટે એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. એક તરફ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવક થઈ રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. સિંગતેલના ડબ્બે સીધા 20 રૂપિયાનો વધારો થતાં હવે ડબ્બો મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે. કપાસિયા અને પામઓઈલ વચ્ચે સિંગતેલના વધતા ભાવે સામાન્ય નાગરિકોના બજેટ પર મોટી અસર પાડી છે.
સબમિટ થયેલી બજારની માહિતી મુજબ, રાજ્યમાં ખાદ્યતેલોના બજારભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં સિંગતેલના ડબ્બે ફરી એકવાર 20 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે સિંગતેલનો ડબ્બો વધીને હવે 3130 રૂપિયાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. તહેવારો અને લગ્નની સિઝન વચ્ચે તેલના ભાવ વધતા રસોડાનું બજેટ ગરમાયું છે.
સામાન્ય રીતે બજારના નિયમ મુજબ જ્યારે યાર્ડમાં મગફળીની આવક વધે ત્યારે ભાવ ઘટવા જોઈએ, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આનાથી વિપરીત ચિત્ર જોવા મળી રહ્યું છે. રાજકોટ સહિતના યાર્ડમાં ખેડૂતો દ્વારા મગફળીની ભરપૂર આવક લાવવામાં આવી રહી હોવા છતાં, તેલના વેપારીઓ અને મિલરો દ્વારા સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, જેને લઈને ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.


