- ઝારખંડને કાલે મળશે રાજ્યના નવા મુખ્ય મંત્રી
- આવતીકાલે ચંપઈ સોરેન લેશે સીએમ પદના શપથ
- સોરેનનો 43 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો
ચંપઈ સોરેને રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલે JMM ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેનને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે, સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે તમામ ધારાસભ્યોના સમર્થનનો વીડિયો પણ જાહેર કર્યો છે.
અહેવાલો અનુસાર સીએમ હેમંત સોરેનના રાજીનામા બાદ ધારાસભ્યોને અલગ કરવાના પ્રયાસો થઈ શકે છે. ઝારખંડમાંથી ધારાસભ્યોને ભાજપની લાલચથી બચાવવા માટે તેમને બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપની નજર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્યો તેમજ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્યો પર છે. ગઠબંધનમાં સામેલ ધારાસભ્યોને પાર્ટીના મોહથી બચાવવા માટે તેમને ઝારખંડની બહાર કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


