- લોકસભા ચૂંટણી પહેલાં સંસદના સત્રમાં મોદીનું સંબોધન
- રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા
- નવી સંસદમાં નવી પરંપરા શરૂ થઇઃ PM
વર્ષ-2024 ના લોકસભાની ચૂંટણી પહેલાં સંસદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું નિવેદન આપી રહ્યા છે. આ સમય દરમિયાન પીએમ દેશ સમક્ષ NDA સરકારના 10 વર્ષના કામકાજની વિગતો રજૂ કરી રહ્યા છે અને જેના સાથે જ વર્ષ 2024માં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી એજન્ડા નક્કી કરી કરશે. વડાપ્રધાન મોદીના ભાષણ પહેલાં ભાજપે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો અને તમામ સાંસદોને સોમવારે આખો દિવસ ગૃહમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
Live update :
વડાપ્રધાન મોદીએ સંસદમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની વાત કરી
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારની ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી આર્થિક શક્તિ બની જશે.જ્યારે અમે ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની વાત કરીએ છીએ ત્યારે વિપક્ષ તેનો વિરોધ કરે છે. વડાપ્રધાન મોદીએ સાથે જ કહ્યું કે, અમારી ત્રીજી ટર્મમાં મોટા પરિવર્તન આવશે. જેમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનશે. આ મોદીની ગેરંટી છે. આ મોદીની ઉપલબ્ધી નથી, દેશની છે.
‘એકજ વ્યક્તિને વારંવાર લોન્ચ કરવામાં કોંગ્રેસે દુકાન બંધ થવાની સ્થિતિ’ : PM મોદી
- કોંગ્રેસ સારો વિપક્ષ ન બની શકી છે. વિપક્ષની વિચારધારા પર દેશ તરસ ખાઇ રહ્યો છે. 10 વર્ષમાં વિપક્ષ વેર વિખેર થઇ ગયો છે. “એક જ વ્યક્તિને લોન્ચ કરવાના ચક્કરમાં આ હાલત થઈ છે. દેશને સારા વિપક્ષની જરૂરિયાત છે.
- કોંગ્રેસને પરિવારવાદનું નુકસાન ભોગવવું પડ્યું છે. નેતા બદલાયા પણ જૂનો રાગ આલોપી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ પરિવારવાદને ભેટ ચઢી ગયા છે. દેશને પણ પરિવારવાદનું નુકસાન સહન કરવું પડ્યુ છે.
તેમજ વડાપ્રધાન મોદી વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, જેવી મહેનત કરી રહ્યાં છે, તેવું ફળ મળી રહ્યું છે. કેટલાક વિપક્ષી નેતા સીટ બદલવા માગે છે. કેટલાક લોકો રાજ્યસભામાં જવા માગે છે. ક્યાં સુધી વિપક્ષ સમાજને તોડતો રહેશે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનતા જરૂરથી વિપક્ષને જવાબ આપશે. તેમજ વિપક્ષ લડવાની હિંમત ગુમાવી ચૂક્યું છે.
લોકસભામાં PM મોદીનું સંબોધનમાં કહ્યું કે,લોકશાહીની ગરીમા વધી છે. આ સાથે જ નવી સંસદમાં નવી પરંપરા શરૂ થઇ છે. જેનો આજે સૌ કોઈને ગર્વ છે.
જ્યારે વડાપ્રધાન મોદી વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે, લાંબા સમય સુધી બહાર રહેવાનો વિપક્ષે સંકલ્પ લીધો છે. આગામી ચૂંટણી પછી વિપક્ષ દર્શક લોબીમાં હશે જેવી મહેનત કરી રહ્યાં છે, તેવું ફળ મળી રહ્યું છે.
કોંગ્રેસ કેન્સલ સિવાય કઈ બોલતી જ નથી
આ સાથે જ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વમાં ભારતની આર્થિક મજબૂતાઈના વખાણ થાય છે. વિપક્ષની ખરાબ હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કોંગ્રેસ એક જ પ્રોડક્ટને વાંરવાર લોન્ચ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પાર્ટીના દરેક નિર્ણયો પરિવાર જ લે છે અને દરેક વાતને કેન્સલ જ કરે છે.
મેક ઈન ઈન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ, નવી સંસદની વાત હોય કે વંદે ભારતની, કોંગ્રેસ કેન્સલ સિવાય કઈ બોલતી જ નથી.


