- NCRB પ્રમાણે સમગ્ર દેશમાં કુલ 1360 કેસો નોંધાયા હતા
- જેમાં કર્ણાટકમાં 239 અને રાજસ્થાનમાં 161 કેસ નોંધાયા છે
- 2 ટકા માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા હા પાડી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના વિશ્લેષણ પ્રમાણે, મધ્યપ્રદેશ દેશના બીજા બધા રાજ્યો કરતાં સાયબર ક્રાઈમના ગુનામાં બાળકો સામેના રેટમાં ત્રીજા સ્થાને આવે છે. સાયબર ક્રાઈમના 90 ટકાથી વધુ કેસોમાં બાળકોને બાળ જાતીય શોષણ દર્શાવતી સામગ્રી બતાવવામાં આવે છે.
સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ 1360 કેસ
વધુમાં, સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ 1360 કેસમાંથી મધ્યપ્રદેશમાં 147 કેસ નોંધાયા છે, જ્યાં 2022માં બાળકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. તે કર્ણાટક અને રાજસ્થાન પછી દેશમાં ત્રીજા ક્રમે છે, જેમાં 239 અને 161 કેસ નોંધાયા છે. અનુક્રમે બાળકો સામે સાયબર ક્રાઇમ સંદર્ભે મધ્યપ્રદેશમાં બાળકો સામેના સાયબર ક્રાઇમના વલણોને સમજવાના હેતુથી ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ – CRY એક ભારતીય એનજીઓ દર વર્ષે ફેબ્રુઆરીમાં મનાવવામાં આવતાં સુરક્ષિત ઇન્ટરનેટ દિવસના પગલે વિષ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 6 ફેબ્રુઆરીએ યોજાવાનો છે.
CRY વંચિત બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સલામતી માટે કામ કરે છે
માત્ર પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાં બાળકો સામેના સાયબર ક્રાઈમના કેસોમાં ધરખમ ફેરફાર થયાં છે. જે કેસોની સંખ્યામાં 4800 ટકાનો વધારો નોંધાયો છે. 2018 માં એમપીમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના માત્ર 3 કેસ નોંધાયા હતાં (NCRB) અને 2022માં સંખ્યા વધીને 147 થઈ ગયા છે. કોવિડ રોગચાળાએ બાળકોને વિવિધ ઓનલાઈન શિક્ષણ અને અન્ય મનોરંજન પ્લેટફોર્મ્સ પૂરા પાડ્યાં છે. જેની અસરના ભાગરુપે બાળકો પર સાયબર ક્રાઈમના જોખમોમાં વધારો જોવા મળ્યો છે. આ ભયને કારણે બાળકો વધુ ખુલ્લા પડી ગયાં હોઈ શકે છે. આ વાતને વર્તમાન NCRB ડેટા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સરકાર તેમજ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દા પર જાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
93 ટકા સાયબર ગુનાઓમાં બાળકોને બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર
મહત્ત્વનું છે કે, 5 વર્ષમાં કેસોની સંખ્યામાં તીવ્ર વધારો થવાં પાછળનું બીજું કારણ એ છે કે, વિશ્લેષણમાં એ પણ બહાર આવ્યું છે કે બાળકો સામે આચરવામાં આવેલા 93 ટકા સાયબર ગુનાઓમાં બાળકોને બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર વિશે સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણ દર્શાવવામાં આવે છે. મોઇત્રાએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી નાગરિકોમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. જ્યારે આ વૃદ્ધિ લોકો માટે મોટી તકો ખોલે છે, તો બાળકો સાયબર પોર્નોગ્રાફી જેવા જઘન્ય અપરાધોનો ભોગ બને છે, આ બાબત બાળકોની ઓનલાઇન સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે.
માત્ર 2 ટકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે હા પાડી
2023માં ‘POCSO and Beyond: Understanding Online Safety during COVID’ નામના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, અભ્યાસમાં સમાવિષ્ટ માતા-પિતામાંથી 99 ટકાએ સ્વીકાર્યું કે તેઓ તેમના બાળકોએ જોયેલી ઓનલાઈન સામગ્રીથી અજાણ હતા. વધુમાં, 91 ટકાને તેમના બાળકો ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા અને ઓનલાઈન સમય પસાર કરવા અંગે કોઈ આશંકા નથી. માત્ર 6 ટકા વાલીઓએ જ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે, 98 ટકા માતા-પિતાએ જાણ કરવાનો ઇનકાર કર્યો હતો કે, જો તેમના બાળકો ઓનલાઈન બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહારનો ભોગ બને છે, જ્યારે માત્ર 2 ટકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે હા પાડી હતી.


