- FSL નિષ્ણાતોએ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો
- ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડતા દુર્ઘટના
- 12 બાળકો સહિત 2 શિક્ષિકાઓના થયા હતા મોત
હરણી બોટ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ SITને સોંપાયો છે. જેમાં FSL નિષ્ણાતોએ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. ત્યારે ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડતા દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષિકાઓના મોત થયા હતા.
બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત
વડોદરામાં બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોતને મામલે એફએસએલ નિષ્ણાતોએ ઘટનાનો પ્રાથમિક અહેવાલ એસઆઇટીને સોંપ્યો છે. જેમાં ક્ષમતા કરતા વધુ સંખ્યામાં બાળકો બોટમાં બેસાડવાથી દુર્ઘટના સર્જાઇ હતી. તેમજ એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કરી તેનો પ્રાથમિક અહેવાલ એસઆઇટીને સુપ્રત કર્યો છે. ઝડપાયેલા પરેશ અને ગોપાલ તેમનાં ફોન અંગે માહિતી આપી રહ્યા નથી. બંનેને ફોન મળે તો અનેક સવાલો અને આરોપીઓ અંગે માહિતી મળી શકે છે.
પરેશના કહેવાથી બિનીત અને ગોપાલ ફોન બંધ કરી ફરાર થયા હતા
લેકઝોન સ્ટાફ પણ વોટ્સએપ પર ગોપાલને હિસાબ મોકલતો હોવાનો ખુલાસો થયો છે. પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કર્યો હતો. ભાગીદારોને ફોન પર ભાગી જવાનું જણાવી પરેશ શાહ પણ અનેક દિવસો સુધી ફરાર રહ્યો હતો. પરેશના કહેવાથી બિનીત અને ગોપાલ ફોન બંધ કરી ફરાર થયા હતા. હરણી બોટ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. હરણી બોટ દુર્ઘટનામાં હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડ વોરંટ ઈશ્યું કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અત્યાર સુધી તમામ આરોપીઓના બેંકની વિગતો પોલીસે મેળવી છે. તેમજ ફરાર આરોપીના બેંક ખાતાની તપાસ પણ કરાશે.


