- ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું
- પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ભારતે 1-1થી બરાબરી કરી
- બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 9 વિકેટ લીધી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 106 રને જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. હવે ભારતીય ટીમે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં બેટિંગથી લઈને બોલિંગ સુધી ટીમ ઈન્ડિયા શાનદાર રહી છે. બેઝબોલ ક્રિકેટ જેના માટે ઈંગ્લેન્ડ જાણીતું છે તે આ મેચમાં જોવા મળ્યું ન હતું. જે બાદ હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટની મજાક ઉડાવી રહ્યા છે.
ચાહકોએ ‘બેઝબોલ’ની મજાક ઉડાવી
વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ટીમ બેઝબોલ ક્રિકેટ રમવા માટે જાણીતી છે.
જે બીજી ટેસ્ટ મેચમાં જોવા મળ્યો ન હતો. પ્રથમ દાવમાં બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઈનિંગમાં 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટની મજાક ઉડાવી રહ્યા છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર આ અંગે ઘણા ફની મીમ્સ પણ શેર કર્યા છે.
ભારતે સિરીઝ 1-1થી બરાબરી કરી
હૈદરાબાદ ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી પાછળ રહી ગઈ હતી. જે બાદ વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચમાં, જ્યાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્યાં જસપ્રિત બુમરાહે બોલિંગમાં તબાહી મચાવી હતી. બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 9 વિકેટ લીધી હતી. જેના કારણે તેને ‘મેન ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો.


