- લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે
- પવનની દિશા બદલાતા વધી શકે છે ઠંડીનું જોર
- આગામી 3 દિવસ મિશ્ર ઋતુ રહેશે
રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે હજી પણ ઠંડીનો એક રાઉન્ડ આવી શકે છે. આજે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 72 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. જેની સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.
આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ અંગે વાત કરતાં જણાવ્યું કે, રાજ્યમાં 9 ફેબ્રુઆરીએ ઠંડીનું જોર વધી શકે છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. જેની સાથે જ ફરી એકવાર કેટલાંક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી વધી શકે છે.
જેના સાથે જ હવામાન વિભાગના રામાશ્રય યાદવે એમ પણ જણાવ્યુ છે કે, અમદાવાદમાં 18.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જેમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધી શકે છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જેમાં આગામી 3 દિવસ મિશ્ર ઋતુ રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે. ત્રણ દિવસ પછી ચોથા અને પાંચમા દિવસે તાપમાન ઘટશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, હાલ ટેમ્પરેચરની જે ટેન્ડન્સી હશે તે ફોલિંગ ટેન્ડન્સી રહેશે.


