- મોરબી-ઝાલોદ રૂટની બસને અકસ્માત નડયો : સદ્દનસીબે જાનહાનિ નહીં
- હળવદ નજીકના કોઈબા ગામના પાટિયા પાસેની ઘટના
- અકસ્માતમાં અંદાજિત 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
હળવદ નજીક કોઈબા ગામના પાટિયા પાસે મોરબી તરફ્થી આવતી મોરબી ઝાલોદ રૂટની એસટી બસને ટ્રેલર ચાલકે અડફેટે લેતા બસ પલ્ટી મારી જતા બનેલા અકસ્માતમાં અંદાજિત 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થતા હળવદની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કોઈબા ગામના પાટીયા પાસે મોરબી તરફ્થી આવતી મોરબી સંતરામપુર ઝાલોદ રૂટની એસટી બસ હળવદ નજીક કોઈબા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી કે વેળાએ એક ટેલર ચાલે કે બસને અડફેટે લેતા બસ આખી ફ્ંગોળાઈનેઉલટી મારી જતા જેમાં બેઠેલા 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઈમરજન્સી બોલાવી ઇજાગ રસ્તોને 108 ઈમરજન્સી દ્વારા તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવની વધુ મળતી વિગત મુજબ ટેલર ચાલક અકસ્માત સર્જી હળવદ તરફ્ જઈ રહ્યો હતો ત્યારે જીઆઈડીસી નજીક લોકોના ટોળાએ ચાલકને રોકી લીધો હોવાની માહિતી મળી છે.


