- ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝ 1-1 ની બરાબરી પર
- વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ
- 15 ફેબ્રુઆરીથી રાજકોટમા શરૂ થશે મેચ
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ હતી, જ્યારે ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ઈંગ્લેન્ડની ટીમ એક અઠવાડિયાના બ્રેક પર અબુ ધાબી ગઈ હતી. આ દરમિયાન, ટીમના એક બેટસમેનને તેની T20 લીગની ટીમે રમવા માટે બોલાવ્યો છે.
ઈંગ્લેન્ડનો ખેલાડી ડેન લોરેન્સ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. બંને ટેસ્ટ મેચના પરિણામ બાદ નજર ત્રીજી ટેસ્ટ મેચ પર છે, જે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થશે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ 5 ફેબ્રુઆરીએ પૂરી થઈ હતી. બંને ટીમો હાલમાં બ્રેક પર છે. ઈંગ્લેન્ડની ટીમ આ બ્રેકનો ફાયદો ઉઠાવીને ભારતની બહાર થઈ ગઈ હતી. જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ રજાઓનો આનંદ માણી રહ્યા છે, ત્યારે તેમની ટીમના એક બેટ્સમેને તકનો લાભ ઉઠાવ્યો અને ટી20 લીગ રમવા ગયો.
મેચ બાદ આરામ
વિશાખાપટ્ટનમ ટેસ્ટ સમાપ્ત થયા પછી,ટીમ બીજા જ દિવસે અબુ ધાબી પહોંચી, જ્યાં તેના ખેલાડીઓ થોડા દિવસો આરામ કરી રહ્યા હતા.અહીં ટીમનો બેટસમેન ડેન લોરેન્સ પણ બ્રેક લેવાને બદલે ક્રિકેટ રમવા પર ધ્યાન આપી રહ્યો હતો. આ જ કારણ છે કે UAEમાં રમાતી T20 ટૂર્નામેન્ટ T20 તેની ટીમ ડેઝર્ટ વાઇપર્સ સાથે જોડાઈ છે.
મેચ રમશે લોરેન્સ
ESPN-Cricinfoના રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે આ બ્રેક દરમિયાન લોરેન્સને T20 લીગમાં રમવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં, લોરેન્સ T20માં વાઇપર્સ માટે વધુ 2 મેચ રમી શકશે. વાઇપર્સના કોચ ટોમ મૂડીએ પણ લોરેન્સના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી. લોરેન્સ આજે અને રવિવાર 11 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મેચોમાં ભાગ લેશે, અને પછી તે ઇંગ્લિશ ટીમ સાથે પાછો જોડાશે. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ થતા પહેલા લોરેન્સ આ T20 લીગમાં રમી રહ્યો હતો.


