- રાષ્ટ્રપતિ સુરતમાં રાત્રિ રોકાણ કરશે, મંગળવારે વલસાડ જશે
- 12 વિદ્યાશાખાના 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
- પદવી મેળવનારા વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અધ્યાક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીનો આજે 20મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહમાં SVNITની 12 વિદ્યાશાખાના અંદાજિત 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાષ્ટ્રપતિ આજે સુરત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. તેમજ મંગળવારે સવારે સુરતથી વલસાડ જશે.
12મી ફેબ્રુઆરીને સોમવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજીનો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં 126 પી.એચડી., 805 બી.ટેક, 355 એમ.ટેક અને પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ એમ.સી.ના 148 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. આ ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. પદવી મેળવનારા વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે. SVNITનો પદવીદાન સમારોહ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. વધુમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સોમવારે સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરાશે. જ્યારે બીજા દિવસે મંગળવારે વલસાડ જશે. નોંધનીય છે કે, દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યાં બાદ પહેલી વખત સુરત આવશે અને રાત્રિ રોકાણ પણ કરશે.


