લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે. મોટા સંખ્યામાં વિપક્ષમાંથી લોકો ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં ભળવા જઈ રહ્યા છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા કાર્યકર્તાઓ સાથે વિજાપુર ખાતે ભાજપમાં જોડાશે.
ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા કોંગ્રેસના વધુ નેતા ભાજપમાં જોડાશે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આજે ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ઉ્લેખનીય છે કે સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે.તેમણે ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી હતી તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ પણ રહી ચૂક્યા છે. ઉલેખનીય છે કે, સી જે ચાવડા કોંગ્રેસમાં અનેક જવાબદારી નિભાવી હતી જેથી તેમને કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા હતા. પરંતુ આજે તેમને કોંગ્રેસને જ સંકટમાં મુકી દીધી છે.


