- 27 ફેબ્રુઆરી, 2024એ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે
- આવતીકાલે 15 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
- ગુજરાતમાંથી ભાજપ 4 સભ્યોના નામ જાહેર કરવાની છે
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં હલચલ તેજ જોવા મળી રહી છે. વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લા, સી. આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ સિવાય ભાજપના સિનિયર નેતા પરિંદુ ભગત પણ સી. આર. પાટીલને મળવા પહોંચ્યા છે. આવતીકાલે રાજ્યસભા ચૂંટણી માટે રાજ્યસભાના સભ્યપદના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાંથી ભાજપ 4 સભ્યોને રાજ્યસભા ચૂંટણી મેદાનમાં ઉતારશે. અત્યાર સુધી ભાજપના ઉમેદવારોના નામને લઈને સસ્પેન્સ યથાવત છે.
4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે
27 ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયાની ટર્મ પૂર્ણ થશે. તેમજ કોંગ્રેસના અમી યાજ્ઞિક, નારણ રાઠવાની પણ ટર્મ પૂર્ણ થશે તથા 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થયુ હતું, ત્યારે ચારેય બેઠક ભાજપ કબ્જે કરે તેવી સંભાવના છે.
15 ફેબ્રુઆરીએ નામાંકન ભરવાનો છેલ્લો દિવસ
ગુજરાતના ચાર સાંસદોની ચૂંટણી પૂરી થતાં ચૂંટણી યોજાશે. જેમાં પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞિકની સીટ ખાલી થશે. તેમજ આઠમી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે તથા 15 ફેબ્રુઆરીએ નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. તેમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 24માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થશે. જો કે ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026 માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠકો હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.
ચૂંટણીમાં 56 બેઠકો પૈકી સૌથી વધુ 10 બેઠક ઉત્તરપ્રદેશની
ચૂંટણીમાં 56 બેઠકો પૈકી સૌથી વધુ 10 બેઠક ઉત્તરપ્રદેશની છે. મહારાષ્ટ્ર અને બિહારની 6 – 6 બેઠક પર ચૂંટણી યોજાનાર છે જ્યારે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 5-5 બેઠકો છે. કર્ણાટક અને ગુજરાતની 4 – 4 રાજ્યસભા બેઠકો પર પણ 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ સિવાય તેલંગાણા અને રાજસ્થાન તથા ઓડિસાની ૩-૩ બેઠકો પર મતદાન થશે. છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલની 1-1 બેઠકો પર મતદાન થશે


