- જે.પી.નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે
- ગાંધીનગરમાં શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે
- CM અને સી.આર.પાટીલે જે.પી.નડ્ડાનું સ્વાગત કર્યું છે
જે.પી.નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે. જેમાં ગાંધીનગરમાં શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. જે.પી.નડ્ડા અમદાવાદ આવી ગયા છે. તેમાં જે.પી.નડ્ડા સભા સંબોધ્યા બાદ ગાંધીનગર જશે. જેમાં CM અને સી.આર.પાટીલે જે.પી.નડ્ડાનું સ્વાગત કર્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ બનશે: ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાસંબોધનમાં જણાવ્યું છે કે આજે ગુજરાત માટે આનંદનો દિવસ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ બનશે. દેશ અને દુનિયાએ મોદી સાહેબનું નેતૃત્વ સ્વીકાર્યું છે. આપણે નરેન્દ્ર ભાઈના હાથ મજબૂત કરવાના છે. 4 ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યુ છે કે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષે સૌ કોઈને માર્ગદર્શન આપ્યું છે. આવા તાપની અંદર પણ તમે અહીં બેઠા છો. રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.


