- સુરતમાં રૂપિયા બે કરોડની કાર પોલીસે કરી ડિટેન
- રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો નહીં હોવાથી કાર્યવાહી
- સ્પોર્ટ્સ કારમાં નંબર પ્લેટ પણ ના હતી
સુરતમાં રૂપિયા બે કરોડની કાર પોલીસે જપ્ત કરી છે. જેમાં રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો નહીં હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા પોલીસે રોકી હતી તથા સ્પોર્ટ્સ કારમાં નંબર પ્લેટ પણ ના હતી. તેમજ કરતારગામનો નિખિલ પ્રજાપતિ કાર ચલાવી રહ્યો હતો.
રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો નહીં હોવાથી બે કરોડની કાર જપ્ત
પોલીસે કાર કબજે લઈ ચાલકને RTO મેમો ફટકાર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનનાં દસ્તાવેજો નહીં હોવાથી બે કરોડની કાર જપ્ત સુરત શહેરની ઉમરા પોલીસે ડિટેન કરી છે. ઉમરા પોલીસનો સ્ટાફ બુધવારે રાતે સિટી લાઇટ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પીળા રંગની સ્પોર્ટ્સ કાર પૂર ઝડપે નીકળતા તેને રોકવામાં આવી હતી. પોર્સે કંપનીની બે કરોડ જેટલી કિંમતની આ કાર પર નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી.
નિખિલ પ્રજાપતિને આરટીઓનો મેમો ફટકાર્યો હતો
કતારગામના રહેવાશી એવા ચાલક નિખિલ વિનોદભાઈ પ્રજાપતિ પાસે કારના પેપર્સ માંગવામાં આવ્યા હતા. જો કે તે કારની માલિકી અને રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો રજુ કરી શક્યો ન હતો. ઉમરા પોલીસે કાર કબજે લઈ નિખિલ પ્રજાપતિને આરટીઓનો મેમો ફટકાર્યો હતો. હવે નિખિલે દસ્તાવેજો સાથે આરટીઓમાં જઇ દંડ ભરવાનો રહેશે. એ દંડની રસીદ બતાવે ત્યારે ઉમરા પોલીસ આ કાર છોડશે.


