- જુલાઇ 2023માં સફેદ પથ્થરની ચોરીમાં ટ્રક જપ્ત કરાયો હતો
- ટ્રક જપ્ત કરાઇ શહેરા મામલતદાર કચેરીમાં મુકાયો હતો
- ટ્રક માલિક કચેરીના કમ્પાઉન્ડમાંથી ટ્રક ઉઠાવી ગયો હતો
ખાણ ખનીજ વિભાગ ની કામગીરી દરમિયાન વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખનીજ ચોરીમાં જપ્ત કરાયેલ ટ્રક ફરીથી ઝડપાયો છે. ગોધરા નજીક થી સફેદ પથ્થરની ચોરી કરતા ઝડપાયેલ ટ્રક અગાઉ ખનીજ ચોરી કરતા ઝડપાયેલ અને જપ્ત કર્યા બાદ મામલતદાર કચેરી શહેરાના કમ્પાઉન્ડ માંથી ચોરાયેલ હતી.
આ અંગેની માહિતી અનુસાર, ગોધરા ખાણ-ખનિજ વિભાગે સફેદ પથ્થર ભરેલા એક વાહન પકડી 15 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે એક ટ્રક ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે નોંધનીય છેકે, અગાઉ જુલાઈ 2023માં સફેદ પથ્થરની ચોરી કરતા ઝડપાયેલ આ ટ્રકને જપ્ત કરી શહેરા ખાતે મામલતદાર કચેરીમાં મુકાયેલ હતી. ત્યારબાદ ટ્રકનો માલિક મામલતદાર કચેરી માંથી ટ્રક ઉઠાવી ગયેલ હતો અને ફરી વાર ખનીજ ચોરીમાં વાપરતો હતો.
આ દરમિયાન ગોધરા નજીક પોપટપુરા પાસે થી સફેદ પથ્થર ની ચોરી કરતા પકડાયેલ ટ્રક ને ફરી વાર જપ્ત કર્યા બાદ તપાસ દરમિયાન જપ્ત કરાયેલ ટ્રક અગાઉ મામલતદાર કચેરી માંથી ચોરાયેલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ફરી એકવાર ગોધરા તાલુકાના પોપટપુરા ખાતેથી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે આવી રહેલો ટ્રક ગત રાત્રિએ ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


