- દેશનો પ્રથમ સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
- કાર સ્લોટમાં મુક્તા જ ઓટોમેટિક લોક થશે
- QR કોડથી સંચાલન કરતું પાર્કિંગ પોઇન્ટ શરૂ
અમદાવાદમાં દેશનું પહેલું સ્માર્ટ પાર્કિંગ બન્યુ છે. જેમાં કાર સ્લોટમાં મુક્તા જ ઓટોમેટિક લોક થઇ જશે. હવે મનફાવે તેવા પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહિ. તેમજ સિંધુભવન રોડ પર મનપાએ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં QR કોડથી સંચાલન કરતું પાર્કિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યું છે.
કાર સ્લોટમાં મુક્તા જ ઓટોમેટિક લોક થશે
કાર સ્લોટમાં મુક્તા જ ઓટોમેટિક લોક થશે. તથા ઓનલાઈન પેમેન્ટ ચૂકવ્યા બાદ કાર લઈ શકાશે. જેમાં હવે બેફામ પાર્કિંગ ચાર્જના નામે થતી ઉઘાડી લૂંટ બંધ થશે. તથા મનપાએ નક્કી કરેલા પાર્કિંગ ચાર્જ મુજબ જ વાહનચાલકોએ રૂપિયા ચૂકવવા પડશે. આઇહબના માણેકટેક ઈનોવેશન દ્વારા આ નવતર પ્રયોગ કરાયો છે. તેમાં દેશમાં પહેલીવાર અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ બન્યુ છે.
દેશનો પ્રથમ સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે દેશનો પ્રથમ સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હાલ અહીં પાંચ કાર પાર્ક થઈ શકે છે અને પ્રાયોગિક ધોરણ હોવાથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સ્માર્ટ પાર્કિંગમાં નક્કી કરેલા સ્લોટમાં કાર પાર્ક કરવાની રહેશે. પહેલી ચાર મિનિટ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમદાવાદ શહેરની અંદર ઓન સ્ટ્રીટ પાર્કિંગને લઈને ઘણી વખત વિવાદો ઉભા થતા હોય છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશ પ્રથમ વખત સ્માર્ટ પાર્કિગ સિસ્ટમ માટે ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે.


