- સાયન્સ સીટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કની બિસ્માર હાલત
- ડૂબતી લેક નામે ઓળખાતું ઓક્સિજન પાર્કમાં જામી લીલ
- લેકની અંદરથી આવતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
અમદાવાદમાં ઑક્સિજન પાર્કમાં જ શ્વાસ લેવાના ફાંફાં છે. જેમાં સાયન્સ સીટી વિસ્તારમાં ઑક્સિજન પાર્કની બિસ્માર હાલત જોવા મળી છે. ડૂબતી લેક નામે ઓળખાતું ઓક્સિજન પાર્કમાં લીલ જામી છે. પાર્કની દયનિય હાલતથી સ્થાનિકો પરેશાન થઇ રહ્યાં છે.
મનપાની “આરંભે સુરા,’ને અંતે અધૂરા ” જેવી સ્થિતીમાં ઑક્સિજન પાર્ક
લેકની અંદરથી આવતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે. તેમજ સ્થાનિકો જણાવી રહ્યાં છે કે ઑક્સિજન પાર્કને શ્વાસ લેવા લાયક બનાવો જોઇએ. જ્યારે શહેરના ઑક્સિજન પાર્કમાં જ શ્વાસ લેવાં ફાંફાં મારવા પડે છે. મનપાની “આરંભે સુરા,’ને અંતે અધૂરા ” જેવી સ્થિતીમાં ઑક્સિજન પાર્ક આવી ગયા છે. સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા ઑક્સિજન પાર્ક બિસ્માર હાલતમાં થયુ છે. તંત્રને લેક મુદે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરી છે. જેમાં સ્થાનિકો જણાવી રહ્યાં છે પ્રજાના પૈસાથી બનેલ લેકની જાળવણીમાં તંત્ર ફેલ થયુ છે.
104 જેટલા ઓક્સિજન પાર્ક કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયા
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 104 જેટલા ઓક્સિજન પાર્ક કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઓક્સિજન પાર્ક આવેલ છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 27, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 13, દક્ષિણ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14, અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 જેટલા ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે. આ તમામ ઓક્સિજન પાર્કમાંથી મોટાભાગના પાર્ક મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેન્સ પદ્ધતિથી પણ બનાવવામાં આવ્યા છે. અમુક ઓક્સિજન પાર્ક પીપીપી ધોરણે પણ નિર્માણ કરવામાં આવ્યા છે.


