- પ્રેમીએ વિધવાની તમામ બચત ઉડાવી દીધી
- 28 વર્ષીય આરોપી પ્રેમી સૌરભ મુંધરાની ધરપકડ
- 3 વર્ષ પહેલા થયું મહિલાના પતિનું અવસાન
સુરતમાં વિધવાને પ્રેમ કરવો લાખો રૂપિયામાં પડ્યો છે. જેમાં પરણીત પ્રેમીએ વિધવાના રૂપિયા 15 લાખ પડાવ્યા છે. પ્રેમીએ રૂપિયા 15 લાખ ઓનલાઈન ગેમિંગમાં ઉડાવી દીધા હતા. 28 વર્ષીય આરોપી પ્રેમી સૌરભ મુંધરાની ધરપકડ કરવામાં આવી છે.
મહિલાના પતિનું 3 વર્ષ પહેલા અવસાન થયુ હતુ
મહિલાના પતિનું 3 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. જેમાં વિધવાએ પતિના રુપિયાનું રોકાણ LIC પોલીસીમાં કર્યું હતું. જેમાં પ્રેમીએ વિધવાની તમામ બચત ઉડાવી દીધી છે. ત્યારે પોલીસે ઝડપી લેતા આરોપી સૌરભ મુંદરાએ સમગ્ર મામલે કબુલાત કરી છે. સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે જણાવ્યુ કે રૂપિયા 15 લાખમાંથી માત્ર એક મોપેડ બચ્યુ છે. 42 વર્ષીય યુવતીના પતિનું ત્રણ વર્ષ પૂર્વે હૃદયરોગના હુમલામાં નિધન થયું હતું. પતિના મૃત્યુ બાદ ત્રણ સંતાનો સાથે રહેતી હતી. પતિની વીમા પોલિસીના રૂપિયાનું રોકાણ કર્યા હતા.
વિધવાના બેડરૂમ તરફ બીજી બિલ્ડિંગના બેડરૂમની બારી પડતી
વ્યાજથી સંતાનોના અભ્યાસ અને ભરણપોષણ કરતી હતી. તેમાં વિધવાના બેડરૂમ તરફ બીજી બિલ્ડિંગના બેડરૂમની બારી પડતી હતી. ત્યાં 28 વર્ષીય સૌરભ મુંધરા સાથે વિધવાની આંખો મળી ગઈ હતી. અને મહિલા પાસેથી રૂપિયા 15 લાખની જમાપૂંજી પણ પડાવી લીધી હતી. તેમજ નાણાં પરત આપવાને બદલે અપમાનિત કરી ધમકી આપતો હતો. ત્યારે સમગ્ર મામલો સારોલી પોલીસ મથકે પહોંચ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


