- લાલચંદ રાજપૂતની ત્રણ વર્ષ માટે યુએઇ મેન્સ ટીમના નવા મુખ્ય કોચ તરીકે વરણી થઈ છે
- રાજપૂત 1985થી 1987 સુધી ભારત માટે બે ટેસ્ટ અને ચાર વન-ડે રમી હતી
- તે ઇન્ટ્રિમ કોચ પાકિસ્તાનના મુદ્દસ્સર નઝરનું સ્થાન લેશે
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂતની ત્રણ વર્ષ માટે યુએઇ મેન્સ ટીમના નવા મુખ્ય કોચ તરીકે વરણી થઈ છે. રાજપૂત 1985થી 1987 સુધી ભારત માટે બે ટેસ્ટ અને ચાર વન-ડે રમી હતી. તે ઇન્ટ્રિમ કોચ પાકિસ્તાનના મુદ્દસ્સર નઝરનું સ્થાન લેશે. 62 વર્ષીય રાજપૂતે સાઉથ આફ્રિકા ખાતે 2007માં રમાયેલા પ્રથમ મેન્સ ટી20 વર્લ્ડ કપને જીતનાર ધોનીની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ટીમ સાથે ડાયરેક્ટર તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત 2008માં આઇપીએલની પ્રથમ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુખ્ય કોચ પણ હતા. રાજપૂતે 2016-17માં અફઘાનિસ્તાનને કોચિંગ આપ્યું હતું અને આ સમયગાળામાં ટીમે ટેસ્ટ રમવાનો દરજ્જો હાંસલ કર્યો હતો. રાજપૂતે 2018 તથા 2022 સુધી ઝિમ્બાબ્વેની મેન્સ ટીમના મુખ્ય કોચની ભૂમિકા પણ ભજવી હતી. યુઇએ તાજેતરના વર્ષમાં મજબૂત એસોસિયેટ ટીમ તરીકે સ્થાપિત થઈ છે. રાજપૂતે જણાવ્યું હતું કે હું નવી રોમાંચક ભૂમિકા ભજવવા માટે આતુર બન્યો છું અને મારા ઉપર વિશ્વાસ રાખવા બદલ હું યુએઇ ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું. વર્તમાન ટીમ શાનદાર છે અને નજીકના ભવિષ્યમાં ઘણી સફળતાઓ હાંસલ કરી શકે છે.


