- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચમાં ચોથી ટેસ્ટ
- ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 353 રનમાં ઓલઆઉટ
- રોહિત પ્રથમ ઈનિંગમાં 2 રન બનાવીને આઉટ
રાંચી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જલ્દી આઉટ થયો હતો. પ્રથમ દાવમાં રોહિતના બેટમાંથી માત્ર 2 રન આવ્યા હતા. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારતીય કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો હતો. જે બાદ સ્ટેડિયમમાં બેઠેલી ઈંગ્લેન્ડ ટીમના ચાહકોએ રોહિત શર્માની મજા માણતા એકસાથે એક અનોખું ગીત ગાયું હતું. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઇંગ્લેન્ડના ચાહકો કહ્યું ‘બાય બાય રોહિત’
રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 353 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ બીજા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા આવ્યા હતા. પરંતુ કેપ્ટન રોહિત શર્મા વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ ઈંગ્લેન્ડના ચાહકોએ રોહિત શર્મા વિશે અનોખું ગીત ગાયું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈંગ્લેન્ડ ટીમના પ્રશંસકો રોહિતને બાય-બાય કહેતા સાંભળી શકાય છે.
આ વીડિયો પર યુઝર્સ પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઈંગ્લેન્ડની ટીમની મજા માણતી વખતે એક યુઝરે કોમેન્ટ કરીને બાય બાય બેઝબોલ લખ્યું. અન્ય એક યુઝરે લખ્યું કે અમે ODI વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડની ટીમની આવી વિદાય જોઈ હતી. અન્ય યુઝરે લખ્યું કે તેનો યોગ્ય જવાબ મળશે.
ઈંગ્લેન્ડ પ્રથમ દાવ 353 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડની ટીમે રાંચી ટેસ્ટ મેટની પ્રથમ ઇનિંગમાં 353 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં 122 રન બનાવ્યા બાદ જો રૂટ અણનમ રહ્યો હતો. આ સિવાય ભારતીય ટીમની પ્રથમ ઇનિંગની શરૂઆત બહુ સારી રહી ન હતી અને ટીમને ખૂબ જ જલ્દી પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. જે બાદ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે ઇનિંગ સંભાળી હતી. પરંતુ ગિલ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. શુભમન ગિલ પ્રથમ દાવમાં 38 રન બનાવીને આઉટ થયો હતો.


