સોમવારે વોર્ડ નં.૪માં પાણી વિતરણ સંપૂર્ણ બંધ રહેશે: RMC દ્વારા શટડાઉન જાહેર
બેડી અને ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં લાઇન જોડાણની કામગીરીને પગલે નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના વોટર વર્ક્સ વિભાગ દ્વારા વોર્ડ નંબર ૪ માં પાણીના પ્રેશરની સમસ્યા ઉકેલવા માટે અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન તરફની ૬૦૦ મી.મી. રાઇઝિંગ મેઇન લાઇનમાંથી ૩૦૦ મી.મી. ડાયામીટરનું નવું જોડાણ લેવાનું હોવાથી તા. ૧૭/૦૮/૨૦૨૬ (સોમવાર) ના રોજ એક દિવસ માટે વોટર સપ્લાય શટડાઉન રાખવામાં આવ્યું છે.
આ કામગીરીના લીધે બેડી હેડવર્ક્સ અને ગ્રીનલેન્ડ હેડવર્ક્સ આધારિત વોર્ડ નં. ૪ ના વિસ્તારોમાં સોમવારે પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેમાં બેડી હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારોમાં વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસિડેન્સી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, સિદ્ધિ વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરિ નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, સેટલાઇટ પાર્ક, ઇન્દ્રપ્રસ્થ ૧ તથા ૨, વૈદિક વિહાર, બ્રહ્માણી પાર્ક, ભગવતી પરા, ગાંધી સ્મૃતિ, નંદન વન, શાંતિનગર, બુરહાની પાર્ક, અંબિકા પાર્ક સહિત આસપાસના વિસ્તારો. તેમજ ગ્રીનલેન્ડ હેડવર્ક્સ હેઠળના વિસ્તારોમાં મીરા પાર્ક, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા ૧-૨-૩, ડી માર્ટ વિસ્તાર, નરશી મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્સ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, ગોકુલધામ રેસિડેન્સી, ગુરુદેવ પાર્ક (કુવાડવા રોડ/૫૦ ફીટ રોડ), લોકમાન્ય તિલક આવાસ, ખોડિયાર પાર્ક, સતનામ પાર્ક, અક્ષર પાર્ક, સરદાર પટેલ પાર્ક, શિવાજી પાર્ક, લાતી પ્લોટ, ઓસ્કાર સિટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.


