- અનુષ્કા-વિરાટની બેબી બોયની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ
- આ તસવીરો વાસ્તવિક નથી પરંતુ AI ટેક્નોલોજી દ્વારા તૈયાર કરાઈ
- અનુષ્કા-વિરાટનો પુત્ર એક વર્ષ પછી કેવો દેખાશે તે બતાવવાનો પ્રયાસ
લોકપ્રિય સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં બીજી વખત માતા-પિતા બન્યા છે. થોડા દિવસ પહેલા જ આ કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સને આ ખુશખબર જણાવી છે અને પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. અનુષ્કા અને વિરાટે તેમના બીજા બાળકનું નામ ‘અકાય’ રાખ્યું છે. આ સમાચાર સાંભળીને બંનેના ફેન્સ ખુશીથી ઉછળવા લાગ્યા હતા. તે જ સમયે, ફેન્સના મનમાં બીજી ઇચ્છા જાગી છે. વામિકા બાદ હવે ફેન્સ તેના નાના ભાઈ અકાયનો ચહેરો જોવા માટે ઉત્સુક છે.
અનુષ્કા-વિરાટના પુત્રની તસવીરો વાયરલ થઈ
પરંતુ દરેકને એ વાતનું દુઃખ છે કે જે રીતે વિરાટ-અનુષ્કાએ પોતાની દીકરીનો ચહેરો આખી દુનિયાથી છુપાવીને રાખ્યો હતો હવે તેઓ તેમના પુત્ર સાથે પણ એવું જ કરશે. આટલું જ નહીં દીકરીના જન્મ બાદ વામિકાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત લીક થઈ ચૂકી છે. પરંતુ આ વખતે કપલ આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરે. જેના કારણે હવે ફેન્સને અકાયનો ચહેરો જોવાની તક ઓછી છે. પરંતુ જો તમે આ વિચારીને નિરાશ થયા હોવ તો તમને જણાવી દઈએ કે, હવે અનુષ્કા-વિરાટની બેબી બોયની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. એ અલગ વાત છે કે આ તસવીરો વાસ્તવિક નથી પરંતુ AI ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
અકાય 1 વર્ષ બાદ આવો દેખાઈ શકે
આ તસવીરો બનાવીને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો પુત્ર એક વર્ષ પછી કેવો દેખાશે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો ચાલો જોઈએ કે એક વર્ષ પછી અકાય કેવો દેખાશે અને તેનો લુક તેની માતા જેવો હશે કે તેના ક્રિકેટર પિતા જેવો. હવે એક ટ્વિટ સામે આવ્યું છે જેમાં ચાર અલગ-અલગ ફોટા જોવા મળી રહ્યા છે. આ ચાર તસવીરોમાં બાળક હસતો જોઈ શકાય છે. આ બાળક ક્યાંક વિરાટ કોહલી જેવો દેખાય છે. આમાં એક ક્રિકેટરની ઝલક જોઈ શકાય છે. જો કે, એવું કહી શકાય નહીં કે અકાય એક વર્ષ પછી આવો દેખાઈ શકે છે.
https://x.com/bhav_paaji/status/1760514672422535222
ફેન્સની વિવિધ પ્રતિક્રિયા
લોકો આ ફોટોઝ જોઈને વિવિધ અનુમાન લગાવતા જોવા મળી રહ્યા છે. ફેન્સ પૂછી રહ્યા છે કે, શું અકાય તેની માતા જેવા નહીં દેખાય? તો અન્ય લોકો Alની આ કળાના વખાણ કરી રહ્યા છે. અનેક સોશિયલ મીડિયા યુઝરે આ ફોટાને ક્યૂટ ગણાવ્યા છે. ત્યારે કોઈએ કહ્યું હતું કે, મને આ તસવીરો જોઈને પ્રેમ થઈ ગયો છે. સાથે જ તમામ ફેન્સ અકાયનો ચહેરો જોવાની રાહ જોઈ રહ્યા છે.


