- પાંચમી ટેસ્ટ મેચ 7-11 માર્ચ સુધી ધર્મશાળામાં રમાશે
- આર અશ્વિન ધર્મશાળામાં રમશે કરિયરની 100મી ટેસ્ટ મેચ
- અશ્વિન ઈંગ્લેન્ડ સામે સીરીઝમાં 17 વિકેટ લઈ ચૂક્યા છે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે ઈંગ્લેન્ડની સામે સીરીઝની 5મી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આર.અશ્વિનને આપવી જોઈએ. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7-11 માર્ચ સુધી ધર્મશાળામાં રમાશે. ધર્મશાળા ટેસ્ટ મેચ અશ્વિનની કરિયરની 100મી ટેસ્ટ મેચ હશે. એવામાં ગાવસ્કર ઈચ્છે છે કે તેનાથી આ અનુભવી ઓફ સ્પીનરનું સમ્માન કરાય.
અશ્વિન રાંચીમાં રમી રહ્યા છે 99મી ટેસ્ટ મેચ
37 વર્ષના આર. અશ્વિન ઈંગ્લેન્ડની સામે રાંચીમાં પોતાની 99મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. તેઓએ આ ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનને પેવેલિયન પહોંચાડ્યા હતા. અશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં આ 35મી ઈનિંગમાં 5 લિકેટ છે. ટેસ્ટ સીરીઝમાં અશ્વિન 8 ઈનિંગમાં 17 વિકેટ લઈ ચૂક્યા છે. આ મેચમાં તેઓએ 500 ટેસ્ટ વિકેટ પૂરા કર્યા છે. અશ્વિને ટેસ્ટમાં 35 વાર 5 વિકેટ લેવાની સાથે દિગ્ગજ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
આ તમામ ચીજોથી હવે આગળ નીકળી ચૂક્યો છું
ત્રીજા દિવસની રમત ખતમ થયા બાદ ગાવસ્કરે અશ્વિનને કહ્યું કાલે ભારત જીતી જશે અને આ પછી ટીમ પાંચમી ટેસ્ટ માટે ધર્મશાળા જશે. મને વિશ્વાસ છે કે રોહિતની અધ્યક્ષતામાં ટીમને ચાન્સ મળશે. તમે અત્યાર સુધી જે કર્યું તે સારું જ કર્યું છે અને સારું જ કરશો. આ પછી અશ્વિને ગાવસ્કરને ઉદાર દિલના ગણાવ્યા અને કહ્યું આ માટે તમારો આભાર સનીભાઈ. તેણે વધુમાં એમ પણ કહ્યું કે મને લાગે છે કે આ બધી ચીજોથી હું હવે આગળ નીકળી ગયો છું. તેની ટીમ સાથે વીતાવેલા પળને એન્જોય કરી રહ્યો છું. આ જેટલું લાંબુ ખેંચાશે એટલી ખુશી થશે.
ટીમ ઈન્ડિયાને ચોથા દિવસે મળી શકે છે શાનદાર જીત
ભારતીય ટીમને રાંચી ટેસ્ટ મેચને જીતવા માટે 152 રનની જરૂર છે. તેના માટે 10 વિકેટ બાકી છે. ભારતીય ટીમ ચોથી ટેસ્ટ મેચને જીતીને સીરીઝને જીતવા ઈચ્છે છે. પહેલી ઈનિંગમાં 45 રનથી પાછળ રહ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાની પાસે આ ટેસ્ટ મેચને જીતવાનો ચાન્સ છે. 5 મેચની ટેસ્ટ સીરીઝમાં ભારત 2-1થી આગળ છે.


