જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’
પ્રી-રજીસ્ટ્રેશનમાં ૧૦૦૦થી વધુ રક્તદાતાઓ નોંધાયા; રક્તદાતાઓ માટે ૪૩” ટીવી, ફ્રિજ, ચાંદીની ગિની સહિત ૪૩ આકર્ષક ઈનામો અને સ્યોર ગિફ્ટની લહાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વભરમાં ૪૧૮ ગ્રુપ્સ અને ૯૦,૦૦૦થી વધુ સભ્યો ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન‘ ના સૌરાષ્ટ્ર રીજીયન આયોજિત તથા રાજકોટ ઝોન પરિવાર સંકલિત ‘જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ‘ અને ‘એલીટ સંગીની‘ પ્રોત્સાહિત વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સતત સાતમા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી ૧૬ ઓગસ્ટ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮.૦૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા દરમિયાન જનકલ્યાણ હોલ, મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), રાજકોટ ખાતે યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહેનોને રકતદાન અંગે જાગૃત કરવા જે મહિલાઓ આ કેમ્પમાં રકતદાન કરશે તે દરેક મહિલા રકતદાતાઓને આકર્ષક ગીફ્ટ એનાયત કરવામાં આવશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સિવીલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક સેવા આપશે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય દાતા અદાણી ફુડનાં જીતુભાઈ અદાણી, મહાવીરભાઈ અદાણી અને સિઘ્ધાર્થભાઈ અદાણી તથા અદાણી પરિવાર (અદાણી મસાલા) તેમજ સહયોગી દાતા જયેન્દ્રભાઈ મહેતા પરિવાર, ફેડરેલ બેન્ક, હીતેશભાઈ મહેતા પરિવાર, નીતીનભાઈ કામદાર (જુલીયાના), માતુશ્રી રંજનબેન જયસુખલાલ પટેલ, જીજ્ઞેશભાઈ ખખ્ખર (રેશમ) તેમજ લક્કી ડ્રો દ્વારા 43 ભાગ્યશાળી રકતદાતાને 43” ટીવી, પચાસ લીટર નું ફ્રીજ, એરકુલર, ટ્રોલી બેગ, 21 ચાંદીની ગીની, ઉષા વોટર ડીસ્પેન્સર, ફીલીપ્સ એર ફ્રાયર, પેડસ્ટલ ફેન, સાઈકલ, મહારાજા જયુસર, પ્રેસ્ટીઝ પેન સેટ, પ્રેસ્ટીઝ ઈલેકટ્રીક કેટલ, મીલ્ટન વોટર જગ, પીઝન ઈન્ડકશન, પાંચ એર બડ્સ, પાંચ પાવર બેન્ક, અસીમ પરફ્યુમ તરફથી પરફયુમ સ્પ્રે આપવામાં આવશે, આ કેમ્પમાં વિનયભાઈ જસાણી શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટનો પણ વિશેષ સેવા સહયોગ મળેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, જેમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન, સંગીની ડાઉનટાઉન, જૈન ફોર યુ-રાજકોટ, જેબીઓ રાજકોટ નો સહકાર સાંપડયો છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઈ કોઠારી, ફેડરેશનનાં ઉપપ્રમુખ મનીષભાઇ દોશી, ફેડરેશન જોઈન્ટ સેક્રેટરી ડો.ચેતનભાઈ વોરા, આઈ.ડી. નીલેશભાઇ કામદાર અને રાજેશભાઈ શાહ, ફેડરેશન પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, પૂર્વઈલેકટ ચેરમેન ભાવિકભાઈ શાહ, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, હીરેનભાઈ મારડીયા અને મુકેશભાઇ પારેખ, સેક્રેટરી મેહુલભાઈ દામાણી તથા જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી અને ઉન્મેશભાઈ કુંડલીયા તેમજ ટ્રેઝરર કુણાલભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન સંગીની ક્નવીનર સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીજીયન પી.આર.ઓ. હીરબેન દામાણી, પી.આર.ઓ. એડમીન મીરાબેન દોશી, ગ્રીટીંગ્સ પી.આર.ઓ. ફાલ્ગુનીબેન શાહ, ઝોન કો. ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન વિવિધ કમિટી ચેરમેનો, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર ડો.નેહલભાઈ શુકલ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, સ્ટેન્ડીંગ કમીટી સભ્ય ધૈર્યભાઈ પારેખ, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બાટવીયા, હિતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માંઉ, અતુલભાઈ ઉદાણી, અનીષભાઈ વાધર, ઉપેનભાઈ મોદી, અમીષભાઈ દેશાઈ – તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, મિતલભાઇ ખેતાણી, ડો.દિપકભાઈ મહેતા, ડો.કુમુદભાઈ પટેલ, બોલબાલા ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ ઉપાઘ્યાય ઉપસ્થિત રહેશે.
આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એ.વી.પી.ટી., આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાશે તેમજ મોટી ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ સંસ્થા કાર્યરત બની છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક સ્યોર ગીફટ જેવી કે ડો.ભટ્ટ લેબોરેટરીનું કોઈપણ રીપાર્ટમાં 25% ડીસ્કાન્ટ વાઉચર, ગીફ્ટ ઓફીસ બેગ, વેકયુમ પેક જાર, પરફયુમ સ્પ્રે તથા અન્ય આકર્ષક ગીફ્ટ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ અભયભાઈ દોશી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ બોરડીયા, જોઈન્ટ સેક્રેટરી વિમલભાઈ બાટવીયા તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા, જીતુ પંચમીયા, ધવલ સંઘવી, ડો.હીરેન પટેલ, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, બકુલેશ મહેતા, ધવલ શાહ, આકાશ શાહ, તેજસ દોઢીવાળા, રવિ મહેતા, ચિરાગ મહેતા, નિપેશ દેસાઈ, નિરવ મહેતા, વિરલ કામદાર, શ્રુતી શાહ, સોનલ દોશી, સોનલ દેશાઇ, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા, મૈત્રી ગાંધી સહીતનાં લોકો જહેમત ઉઠાવી રહયા છે.


