- સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત
- ધોલેરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
- બન્ને ટ્રકની કેબિન પડીકું વળી ગઈ
ધોલેરા વટામણ હાઈવે પર અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત થયા છે. પીપળી ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ધોલેરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઉતરી
અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આથી અંદર રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં 5 શ્રમિકોના મોત નિપજ્યા હતા
ગઇકાલે અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.


