- 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે
- બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા
- સલમાન ખાન, શાહરૂખ ખાન પણ ફંક્શનમાં આવ્યા
જામનગરમાં અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે. 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે. તેમાં બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન પણ ફંક્શનમાં પહોંચ્યા છે. તથા અભિનેત્રી જાન્હવી કૂપર, માનુસી છીલ્લર ગઇકાલે સાંજે જામનગર પહોચી ગઇ છે.
વિશ્વભરમાંથી મહેમાનો પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે
વિશ્વભરમાંથી મહેમાનો પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંક્શનમાં પર્ફોમ કરશે. તેમજ માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, ઇવાન્કા ટ્રમ્પ હાજર રહેશે. તેમજ પ્રિ-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે. જામનગરમાં અંબાણી પરિવાર પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન ભવ્ય રીતે ઉજવવા જઇ રહ્યું છે. અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે અનંત અંબાણીના પ્રી-વેડિંગનો ભવ્ય પ્રસંગ ઊજવવા જઈ રહ્યો છે.
અતિથિઓ ભારતીય સંસ્કૃતિ સાથે ભારતીય ભોજનનો સ્વાદ માણશે
1 માર્ચ શુક્રવારથી 3 માર્ચ, રવિવાર સુધી ત્રણ દિવસ પ્રી-વેડિંગ ઊજવાશે. હાલ અત્યાર સુધીમાં શાહરુખ ખાન, જાનવી કપૂર, સલમાન ખાન, મિસ વર્લ્ડ માનુસી છીલ્લર, ફેશન ડિઝાઇનર સાથે અન્ય પણ સેલિબ્રિટી આવી પહોંચ્યા છે. આ ત્રણ દિવસ જામનગરમાં દેશ-દુનિયામાંથી માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ઈવાન્કા ટ્રમ્પ સહિતની સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેઓ માટે ખાસ ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી છે. આ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે અને ભારતીય ભોજનનો સ્વાદ પણ માણશે.


