- મધ્યપ્રદેશના ડીંડોરીમાં ગમખ્વાર અકસ્માત
- સીએમ મોહન યાદવે આર્થિક સહાયની કરી જાહેરાત
- પીએમ મોદી સહિત દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
મધ્યપ્રદેશના ડિંડોરીમાં ગમખ્વાર અકસ્માતમાં 14ના મોત થયા છે. જેને લઇને સીએમ મોહનયાદવે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેઓએ મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તો બીજી તરફ પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ ઘટનાને પગલે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
4 લાખ સહાય જાહેર
સીએમ મોહન યાદવે મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જિલ્લા પ્રશાનને ઇજાગ્રસ્તોને સારવાર આપવાના નિર્દેશ આપવામાં આવ્યો છે. સીએમ યાદવના નિર્દેશ પર કેબિનેટ મંત્રી સંપતિયા ઉઇકે ડિંડોરી પહોંચ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ઓમ પ્રકાશ, કલેક્ટર અને એસપી પર સ્થળ પર હાજર છે. સહાયની જાહેરાત અંતર્ગત હાલ મૃતકોના પરિજનોને 20 હજાર અને ઇજાગ્રસ્તોને 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.
આ ઘટના અત્યંત દુઃખદ- પીએમ મોદી
PMમોદીએ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને કહ્યું કે મારી સંવેદના પરિવારની સાથે છે. ઇશ્વર તેમને આ કપરી સ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે. તેમજ ઇજાગ્રસ્તોને પણ ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
દુઃખદ ઘટના – જગદીપ ધનખડ
તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ડિંડોરી માર્ગ અકસ્માત મામલે દુખની લાગણી વ્યક્ત કરી છે. મહત્વનુ છે કે પીકઅપ વાહન અનિયંત્રિત થઇ જતા પલટી ખાઇ ગયુ હતુ જેમાં 14 ના મોત અને 20 લોકો ઘાયલ થયા છે.


