વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
હું પંડિત નથી, પ્રભુનામ પિડિત છું, ગુરૂરોગ પિડિત છું
ગર્વ ન કરવો, ગર્વ આવ્યો તો ગૌરવનો નાશ થશે!
તીર્થભૂમિ હરિદ્વારમાં ગંગા મૈયાની સાક્ષીએ પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃત અમૃતગમય’ના સાતમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે માનસ અમૃતગમય વિશે સંવાદ કરી રહ્યાં છીએ ત્યારે ત્રિભુવનને પ્રકાશ આપનાર કોણ છે? તુલસીજી દોહાવલિમાં કહે છે.
સધન સગુણ સધરમ સબલ
સુસાંઇ તુલસી જે અભિમાન રહિત…
આ દોહામાં સરળ અર્થ છે અને અધ્યાત્મિક અર્થ પણ સમાયેલો છે. તુલસી કહે છે આ ત્રિભુવનને એવો સાધુ પ્રકાશ આવે છે જે સઘન એટલે સમૃધ્ધ હોય, કિરામણી-ઝવેરાત, પૈસાના અર્થમાં સઘન નહીં પણ ધર્મશીલ હોય છતાંય વિનમ્ર હોય. ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ એક સુંદર વ્યાખ્ય આપે છે કે મીરાંબાઇ એમ કહે કે ‘પાયોજી મૌને રામ રતન ધન પાયો’ એમાં મને એવું સમજાય છે કે પાયોજી મૈને રામ રટણ ધન પાયો! તો આ રામ રટણ-રામ સ્મરણની મૂડીના સંદર્ભમાં સધનતા સબલ એટલે જેનું આત્મબળ સમર્થ હોય અને સુસાંઇ એટલે જેના ઉપર કોઇ બૃધ્ધપુરૂષ-ગુરૂનું છત્ર હોય, જેની પરમ-પવિત્ર પરંપરા હોય એવા ગુરૂની કૃપા હોય તે અભિમાન રહિત રહે અને અહંકારમુકત હોય એ જ ત્રિભુવનને અજવાળું આપી શકે. વૈષ્ણવ સંપ્રદાયના અષ્ટસખા કવિનંદદાસ ગુરૂ મહાપ્રુભ વલ્લભાચાર્યજી પાસે જાય છે અને બંને વચ્ચે કોઇ સંવાદ નથી થતો પણ ગુરૂ અને શિષ્ય બને રડે છે. એટલે સુસાંઇની અર્થ એ કે કોઇ સમર્થ ગુરૂનું છત્ર આપણને ગર્વ-અભિમાનથી મુકત કરે. કયારેય, કોઇ વાતનો ગર્વ ન કરશો. ગર્વ આવ્યો તો જે કાંઇ ગૌરવ કે તપ જમા થયું હશે એનો નાશ થશે. અમારી સંતવાણીમાં ગવાય છે કે ગર્વ કિયો સાંઇ નર હારીયો, સિયારામ જીસે ગર્વ કિયો વિસોઇ નર હારીયો.
કૈવસ્ય ઉપનિષદની એક ઋચા છે. એ મંત્ર આ મુજબ છે.
ન કર્મણા ન પ્રજયાત ધને ન ત્યાગે નૈકે
અમૃત્વ માનષુ: પરેણાકમ નીહિતમ ગુહાયા.
વિભ્રાજતે યથ તયો વિષમૂતી
અર્થાત કોઇ બુધ્ધપુરૂષની હૃદયગુફામાં અંત:કરણની ગુફામાં જે અમૃત રહેલું છે. એ અમૃતની પ્રાપ્તિ થશે. આ ઋચામાં અમૃત કયાં મળશે? એની આવી ઉપનિષદકાર ચિંધે છે. અક્રિય બનીને કર્મ કરો. મહાપુરૂષોની અક્રિયતા સક્રિય બને છે. એ કશું કર્મ ન કરીને પણ કર્મ કરે છે. અમૃત ત્યાગથી મળે છે અને એ ત્યાગનો અહંકાર પણ ન હોવો જોઇએ. સૂરજે કયારેય એમ કહ્યું કે આ પ્રકાશ મારે કારણે થયો છે. સૃષ્ટિમાં ચેતન મારે કારણે છે, કમળ મારે કારણે ખીલે છે! સૂરજને તો આવી કશી ખબર નથી, એ તો સહજ કર્મ કર્યે જાય છે. સુરજની સહજ સક્રિયતાને લીધે આ બધું થાય છે. એક કવિતાની પંકિત છે કે આ અહીં પહોંચ્યા પછી સમજાય છે, કે કોઇ કાંઇ કરતું નથી. આ બધું તો થાય છે.
કર્મથી ફળ તો મળશે જ પણ એ કર્મના ફળનો ત્યાગ ફળની ઇચ્છાનો પણ ત્યાગ જ અમૃતના માર્ગ તરફ લઇ જશે. ઓશોનું એક પુસ્તક છે ‘મન કુસંગ’ છે પણ મારે કહેવું હોય તો હું એક કહીશ કે મન સત્સંગ છે. ઓશો એ એમની દ્રષ્ટિથી કહ્યું હશે પણ મન એક અવતાર છે. આપણે ત્યાં દશાવતાર છે. એ બધાં જ અવતાર મન અવતાર છે તો મન સત્સંગ છે.
કથારત્નો
(૧) ટ્રસ્ટી હોય એ પ્રસ્ટી પ્યાસ-તરસ્યા બહુ હોય છે! – વિનુભાઇ મહેતા
(૨) તીર્થકર જતા રહે છે, તીર્થ રહી જાય છે! -ઓશો
(3) ન હારા કૈ ઇશ્ક, ન દુનિયા થકી હૈ, દીલ જલ રહા હૈ, હવા ચલ રહી હૈ
મેરે રહબર મુઝે ગુમરાહ કર દે! સુના હૈ કી મંઝીલ કરીબ આ રહી હૈ! – ખુમાર બારાબંકવી
(૪) ગર્વ કિયો સોઇ નર હારિયો સિયારામ જીસે ગર્વ કિયો સોઇ નર હારિયો…
(૫) તોરા મન દર્પન કહેલાયે, ભલે બૂરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે..
મન હી દેવતા મન હી ઇશ્વર, મન સે બડા ન કોઇ
જગ ઉજીયારા જબ જબ ફૈલે, મન ઉજીયારા હોય
ઇસ ઉજલે દર્પણ પર પ્રાણી, ધૂલ ન જમને પાયે…
તોરા મન દર્પન કહેલાયે….


