જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના આંગણે કાલે ધાર્મિક ઉત્સવની થશે ઉજવણી
પર્વ મોનીલભાઈ મહેતાના પ્રથમ જન્મદિવસ નિમિતે ભવ્ય આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયશેખર સૂરી મ. સાહેબ ના આશીર્વાદ અને પ્રેરણાથી જયાનંદ ધામ, નવગ્રહ જિનાલય ના ચી. પર્વ મોનીલભાઈ મહેતા ના પ્રથમ જન્મદિવસ નિમિતે તા. ૫ જુલાઈ રવિવારના દિવસે સાંજે ૭.૦૦ વાગ્યાથી સંધ્યા દર્શન અને રાત્રિ ભક્તિ ભાવના, ભક્તિ ભાવના કરનાર: દિનેશભાઈ પારેખ અને ટીમ જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના પવિત્ર પરિસરમાં યોજાશે. સમગ્ર જિનાલય નું કુત્રિમ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવશે રંગોળીઓ કરવામાં આવશે ૧૦૦૦ દીવા જિનાલયમાં પ્રગટાવવામાં આવશે. એક પાણીનો ફુવારો, દેરાસરમાં કુત્રિમ ફૂલોનું સુશોભન હેંગિંગ વગેરે, પ્રવેશ દ્વાર નું સુંદર મજાનું સુશોભન, ૩ મોટી સરસ મજાની રંગોળીઓ, સાપર લાઇટિંગ વ્યવસ્થા પિત્તળ અને બ્રાસના ફૂલોનું સુશોભન, પ્લાસ્ટિક સુશોભન એલિમેન્ટ્સ, હાંડી દીવા સુશોભન, એક સેલ્ફી પોઇન્ટ વગેરે શત્રુંજય પાલીતાણા થી સુશોભન માટેની ખાસ ટીમ પધારશે, લાભાર્થી ભારતીબેન ભરતભાઈ મહેતા નેહા વિજય મહેતા પરિતા મોનીલ મહેતા. તેને માટે શ્રી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિગુજક જૈન તપગચ્છ સંઘ પારસધામ થી એક બસનું આયોજન કરેલ છે. સાંજે ૬.૧૫ મિનિટે પારસધામ થી ઉપાડવામાં આવશે અને સાંજે ૯.૧૫ મિનિટે જયાનંદ ધામ થી પરત લાવવામાં આવશે. જેની જયાનંદ ધામ રાજકોટ ના મહેશભાઈ મણીયાર, વિપુલભાઈ દોશી, કપિલભાઈ જસાણી, દિલેશભાઈ શાહ, કેતનભાઇ રાવલીયા, મિલનભાઈ શાહ, નીરવભાઈ શાહ, વિશાલભાઈ શાહ, નિર્મલભાઈ શાહ, કેતનભાઈ દોશી, દિપકભાઈ શેઠ વગેરેની યાદી જણાવે છે.


