By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ

Editor
Last updated: 2026/07/01 at 4:49 PM
2 months ago
Share
ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ
SHARE

ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ

ખુલ્લી પ્લેટ અંગે રજૂઆત કરવા છતાં તંત્રની આળશથી અબોલોનો જીવ ગયાનો આક્ષેપ

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલના સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં જેટકો સબ સ્ટેશનની બહાર ખુલ્લા અર્થિંગ વાયર અને પ્લેટમાં કરંટ ઉતરતા 35 થી વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા ઘેટાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મામલે અગાઉ રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેને કારણે આજે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.

સાજડિયાળી ગામના માલધારી હરેશભાઇ ગોવાભાઈ આજરાએ પોતાના 50 થી વધુ ઘેટાં ઘર પાસે આવેલા વાડામાં રાખ્યા હતા. આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ જ્યારે ઘેટાંને દોહવા માટે બહાર કાઢવામાં આવ્યા, ત્યારે ઘેટાંના ટોળાએ દોડ મૂકી હતી. આ દરમિયાન બાજુમાં જ આવેલા મોટા સખપર જેટકો 66 K.V. સબ સ્ટેશનની દીવાલ બહાર અર્થિંગ માટે કાઢવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટ પર ઘેટાંનો પગ પડી ગયો હતો. પ્લેટમાં જોરદાર લાઈવ કરંટ હોવાથી જોતજોતામાં ૩૫થી વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ તરફડિયાં મારીને કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દેરડી જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઇ ચોવટિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. ખાચર, પોલીસ સ્ટાફ, પશુ ડોક્ટરો અને FSLની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજી તરફ પીજીવીસીએલ (PGVCL)ના કાર્યપાલક ઈજનેર પી.એસ. ધુલીયા અને વાસાવડના ડેપ્યુટી ઈજનેરો સહિતનો કાફલો પણ તપાસ માટે સ્થળ પર પહોંચ્યો હતો.

પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર પી.એસ. ધુલીયાએ જણાવ્યું હતું કે “સબ સ્ટેશનની બહાર એલ્યુમિનિયમની પટ્ટી સાથે જે વધારાનું અર્થિંગ કરવામાં આવ્યું છે, તે તપાસનો વિષય છે. PGVCL માં આવી એલ્યુમિનિયમની પટ્ટી વપરાતી નથી અને અમારા દ્વારા આ અર્થિંગ કરાયું નથી. આ પટ્ટી કોણે લગાવી તેની અમે તપાસ કરીશું અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સરકારી નિયમ મુજબ મૃત ઘેટાં દીઠ કુલ રૂ. 3000 ની સહાય ચૂકવવાની જોગવાઈ છે, જેમાં રૂ. 1500 અરજી વખતે અને બાકીના રૂ.1500 ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ ચૂકવાશે.”

બીજી તરફ માલધારી સમાજ અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાન લાલજીભાઈ સુસરા અને ભોગ બનનાર માલધારી હરેશભાઈ આજરાએ રોષે ભરાઈને જણાવ્યું કે આ ખુલ્લી પ્લેટ બાબતે અમે અગાઉ બે-બે વાર વાસાવડ પીજીવીસીએલ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, છતાં તંત્રએ કાન આડા હાથ કર્યા હતા. આ તંત્રની સીધી બેદરકારી છે. અમારા ઘરના આજીવિકાના સાધનો છીનવાઈ ગયા છે. જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય અને વળતર નહીં મળે, ત્યાં સુધી અમે અહીંથી મૃત ઘેટાંના દેહને હટાવવા દઈશું નહીં.” માલધારીના જણાવ્યા મુજબ 58 ઘેટાંમાંથી કુલ 47 જેટલા ઘેટાં મોતના મુખમાં ધકેલાયા છે (ઇજાગ્રસ્તો સહિત). હાલ પોલીસે અને વહીવટી તંત્રે મામલો થાળે પાડવા અને આગળની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા છે.

You Might Also Like

ગોંડલમાં એકલી ચાલતી મહિલાઓને ટાર્ગેટ કરતા વિકૃત મનસૂબા ધરાવતા શખ્સની ધરપકડ

ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી

ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા

ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી

ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ

14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા

Editor By Editor 24 hours ago
આકૃતિ ગ્રુપ દ્વારા તા.૧૪ થી ૧૬ યોજાશે આર્ટ પ્રદર્શન
 યાત્રાધામ વીરપુરમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ૧ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
BAPS સ્વામિનારાયણ મંદિરે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?