- ગીર સોમનાથ જિલ્લામાં ખેતરમાં સિંહોના ધામા
- માધુપુર ગીર ગામના ખેતરમાં સિંહ પરિવાર આવ્યો
- સિંહણ પોતાના 4 બચ્ચા સાથે ખેતરમાં આવી
ગીર સોમનાથ જિલ્લામાં ખેતરમાં સિંહોએ ધામા નાખ્યા છે. જેમાં તાલાલામાં કેરીના બગીચામાં સિંહ પરિવાર રહેવા આવી ગયો છે. તેમાં માધુપુર ગીર ગામના ખેતરમાં સિંહ પરિવારના ધામાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેવાયો છે. સિંહણ પોતાના 4 બચ્ચા સાથે ખેતરમાં રહેવા આવી ગઇ છે.
સિંહ પરિવારનો આરામ ફરમાવતો વીડિયો
સિંહ પરિવારનો આરામ ફરમાવતો વીડિયો પણ સામે આવ્યો છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. અવારનવાર સિંહ ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આવે છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લાના ઉના પાસે આવેલ સુગર ફેક્ટરી વિસ્તારમાં સિંહ પરિવારનો લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જંગલ છોડીને સિંહ સહિતના વન્ય પ્રાણીઓ ગામડા તરફ આવ્યા છે. વન્ય પ્રાણીનાં વીડિયો વારંવાર વાયરલ થઇ રહ્યાં છે.
વન પ્રાણીઓને રંજાડવા જોઇએ નહીં
વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરોના ફેકવો તેમજ વન્ય પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઇએ. તેમજ વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવે છે. વન પ્રાણીઓને રંજાડવા જોઇએ નહીં.


