- દહેજ, વાગરા તાલુકામાં કમોસમી વરસાદ
- વરસાદી છાંટા શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા
- ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ આવ્યો છે. જેમાં દહેજ, વાગરા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદી છાંટા શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેમાં ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
વાગરા તાલુકામાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ
ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં વાગરા તાલુકામાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દેશના મોટાભાગના રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. જેની અસર ગુજરાત પર પણ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં બે દિવસ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ માર્ચ મહિનામાં માવઠા બાદ ઠંડીના રાઉન્ડની પણ આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.
માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદ
માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદથી થતા જગતના તાતની ચિંતા વધી ગઇ છે. ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે પવનની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.


