- BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24ની જાહેરાત કરી હતી
- ઈશાન કિશન અને શ્રેયસ ઐયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર
- ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટ પર સવાલ ઉઠાવ્યા
BCCIએ બે મોટા ભારતીય ખેલાડીઓ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સને ઘરેલુ ક્રિકેટ ન રમવા બદલ આ સજા આપવામાં આવી છે. બંને ખેલાડીઓ ફિટ હતા, પરંતુ વારંવારની ચેતવણી છતાં સ્થાનિક ક્રિકેટ રમ્યા નહોતા. આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પણ સવાલો ઉઠાવ્યા કે જ્યારે BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી શ્રેયસ અને ઈશાનની બાદબાકી કરી છે તો પછી હાર્દિક પંડ્યા સાથે કરાર કેવી રીતે કર્યો. પંડ્યા પણ લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો નથી. BCCIના સૂત્રે આ સવાલનો જવાબ આપ્યો છે.
હાર્દિકના કોન્ટ્રાક્ટ પર સવાલ ઉઠ્યા
ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યા સાથેના કોન્ટ્રાક્ટ પર ઉઠાવેલા પ્રશ્નો ગઈકાલથી હેડલાઈન્સમાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ઈરફાનના આ સવાલને સપોર્ટ કરી રહ્યા છે અને તેનો જવાબ જાણવા માંગે છે. ICC વર્લ્ડકપ 2023 દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી, જેના કારણે ખેલાડીને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ત્યારપછી આ ખેલાડી ભારતીય ટીમ તરફથી રમતો જોવા મળ્યો ન હતો. ખેલાડીઓ લાંબા સમય પહેલા સ્વસ્થ થઈ ગયો છે અને મેદાન પર પ્રેક્ટિસ કરવા પણ પરત ફર્યો છે, પરંતુ તેમ છતાં તેઓ ઘરેલુ ક્રિકેટ રમ્યો નથી. BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર થયો ત્યારથી આ સવાલ ચર્ચામાં હાર્દિકનો કરાર કેમ રદ કરવામાં આવ્યો નથી. હવે BCCIના એક સત્તાવાર સૂત્રએ આ સવાલનો જવાબ આપ્યો છે.
હાર્દિકનો કોન્ટ્રાક્ટ કેમ રદ ન થયો?
BCCIના એક અધિકારીએ આ સવાલનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે અમે હાર્દિક પંડ્યા સાથે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા અંગે વાત કરી હતી. BCCIની મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર પંડ્યા હજુ રેડ બોલ ક્રિકેટમાં બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. આ કારણથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની ફોર્મ્યુલા અત્યારે પંડ્યાને ફીટ નહીં થાય. આ કારણોસર પંડ્યાએ કહ્યું કે જ્યારે પણ તે ભારતીય ટીમ માટે નહીં રમે, ત્યારે તે સૈયદ મુશ્તાક અલી T20 અને વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે સફેદ બોલની ક્રિકેટ રમતો જોવો મળશે. અધિકારીએ એમ પણ કહ્યું છે કે જો પંડ્યાએ જે વચન આપ્યું છે તે પૂરું નહીં કરે તો BCCI તેની સાથેનો કરાર પણ રદ કરશે.


