- જૂનાગઢમાં વાહનની અડફેટે દીપડો ઇજાગ્રસ્ત
- બીલખા રોડ નજીક માંડણપરા પાસેની ઘટના
- વન વિભાગે ઈજાગ્રસ્ત દીપડાની શોધખોળ શરૂ કરી
જૂનાગઢ જીલ્લાના બીલખા રોડ નજીક માંડણપરા ગામે સાંજના સમયે દીપડો અચનાક વાહનમાં વચ્ચે આવી જતા ઈજાગ્રસ્ત બન્યો હતો.તો ઈજાગ્રસ્ત દીપડો તરત જંગલ વિસ્તારમાં નાસી ગયો હતો,ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી દીપડાને શોધવા માટેની તપાસ હાથધરી હતી.હજી સુધી દીપડો વન વિભાગને મળ્યો નથી.
ગ્રામીણ વિસ્તારમાં દીપડો
ગ્રામીણ વિસ્તારમાં દીપડો દેખા દેતો હોય છે,આવી જ ઘટના સાંજના સમયે બની હતી જેમાં અચાનક જંગલમાંથી દીપડો રોડ પર આવી જતા,એક વાહનની અડફેટે ઈજાગ્રસ્ત થયો હતો,રોડ પર ઉભેલા લોકો પણ આ ઘટના જોઈને ચોંકી ઉઠયા હતી,તો દીપડો પણ ઈજાગ્રસ્ત થતાં તે જંગલમાં નાસી છૂટયો હતો,વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરૂ પણ ગોઠવ્યુ છે.પણ હજી સુધી દીપડો પાંજરે પુરાયો નથી.
ગામ લોકોમાં ભય
દીપડો માનવભક્ષી પ્રાણી છે,અને તેણે ઘણીવાર માણસો પર હુમલો કરી ઈજા પહોંચાડી છે.તો ગામના લોકોને પણ મનમાં બીક પેસી ગઈ છે કે,દીપડો આવીને હુમલો ના કરે,તો વન વિભાગની ટીમે પણ દીપડાના પંજાના આધારે શોધવા માટેની કવાયત હાથધરી છે.
શું કહે છે વન વિભાગનો કાયદો
કોઈ પણ પ્રાણીને વાહન ચાલક જાણી જોઈને અડફેટે લે છે તો તેની સામે ગુનો નોંધાઈ શકે છે,અને જો ગુનો સાબિત થાય તો બેદરકારી દાખવનાર ગુનેગારને 1 વર્ષથી લઇને 6 વર્ષ સુધીની સજાની કાયદામાં જોગવાઇ છે.


