- ફાસ્ટ બોલર શોએબ અખ્તર ત્રીજી વખત પિતા બન્યો
- અખ્તરની પત્ની રૂબાબ ખાને પુત્રીને આપ્યો જન્મ
- કપલે પોતાની દીકરીનું નામ નૂર અલી અખ્તર રાખ્યું
પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ત્રીજી વખત પિતા બન્યો છે. શોએબ અખ્તરની પત્ની રૂબાબ ખાને પુત્રીને જન્મ આપ્યો છે. શનિવારે શોએબ અખ્તર અને રૂબાબ ખાનના ઘરમાં બાળકની કિલકારી ગૂંજી ઉઠી હતી. કપલે પોતાની દીકરીનું નામ નૂર અલી અખ્તર રાખ્યું છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબ અખ્તરે X પર ફોટો શેર કર્યો છે. તેણે ફોટો કેપ્શનમાં લખ્યું છે કે મિકાઈલ અને મુજિદની હવે એક નાની બહેન છે. અલ્લાહે અમને આશીર્વાદના રૂપનાં પુત્રી આપી છે. 1 માર્ચ 2024ના રોજ જન્મેલા નૂર અલી અખ્તરનું સ્વાગત છે.
કપલે 2014માં કર્યા હતા લગ્ન
જો કે રાવલપિંડી એક્સપ્રેસની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને પુત્રીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શોએબ અખ્તર અને રૂબાબ ખાને 2014માં લગ્ન કર્યા હતા. રૂબાબ ખાન તેના પતિ શોએબ અખ્તર કરતા લગભગ 18 વર્ષ નાની છે. શોએબ અખ્તર અને રૂબાબ ખાન પહેલીવાર 2016માં માતા-પિતા બન્યા હતા, જ્યારે પુત્ર મિકાઈલનો જન્મ થયો હતો.
2019માં બીજી વખત માતા-પિતા બન્યા હતા
આ પછી, શોએબ અખ્તર અને રૂબાબ ખાન 2019 માં બીજી વખત માતાપિતા બન્યા. ત્યારબાદ રૂબાબ ખાને મુજિદને જન્મ આપ્યો. હવે બંને કપલ ત્રીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તરને તેના સમયના સૌથી ઝડપી બોલરોમાંથી એક માનવામાં આવતો હતો. આ ફાસ્ટ બોલરે ODI વર્લ્ડકપ 2011 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.


