- અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ
- અમદાવાદના ગોતા વિસ્તારમાં વરસાદ
- ભર શિયાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં ભારે પવન સાથે બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. રાજ્યમાં અચાનક જ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળતાં વરસાદી માહોલ જામ્યો છે.
આજે સવારથી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના કારણે ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પવનની ગતિમાં વધારો થતાં વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાપુર, ગોતાથી લઈ એસજી હાઈવે પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદના વસ્ત્રાપુર, ગોતા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ વેજલપુરથી લઈ થલતેજ, પકવાન સહિતના વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં પણ બપોર બાદથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.
અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખંભાળિયા તેમજ દ્વારકા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન પડધરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.


